નવી દિલ્હી: જાણીતા શ્વાસરોગ વિશેષજ્ઞ અને દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)ના મેડિસિન વિભાગના પૂર્વ પ્રમુખ ડો.જિતેન્દ્રનાથ પાંડેનું શનિવારે તેમના નિવાસસ્થાને નિધન થયું. આ અઠવાડિયે જ તેઓ કોવિડ 19થી સંક્રમિત જોવા મળ્યા હતાં. તેઓ 79 વર્ષના હતાં. AIIMSના ડિરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે ડો.પાંડે અને તેમના પત્નીમાં મંગળવારે કોરોના વાયરસના ચેપની પુષ્ટિ થઈ હતી. તેમનામાં ચેપના લક્ષણ ખુબ ઓછા હતાં આથી તેમણે ઘરમાં જ આઈસોલેશનમાં રહેવાનો નિર્ણય લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો.ગુલેરિયાએ જણાવ્યું કે શનિવારે તેમના પત્નીને જો કે એમ્સ લાવવામાં આવ્યાં હતાં. તેમણે કહ્યું કે, "અમે સતત તમના પર નજર રાખી રહ્યાં હતાં અને તેમણે કહ્યું હતું કે તેમની હાલત સુધરી રહી છે. કાલે રાતે તેમણે ભોજન કર્યું અને સૂવા માટે જતા રહ્યાં. કદાચ ઊંઘમાં જ તેમને ગંભીર હાર્ટએટેકના કારણે છેલ્લા શ્વાસ લીધા." તેમણે કહ્યું કે ડો.પાંડેને અન્ય બીમારીઓ પણ હતી. 


ડો.ગુલેરિયાએ જણાવ્યું કે, ડો.પાંડે જ્ઞાન અને નમ્રતા બંનેના પ્રતિક હતાં. તેઓ સારા વ્યક્તિ હતા અને ચિકિત્સક બિરાદરી માટે આ એક મોટી ખોટ છે. તેમણે કહ્યું કે AIIMS પરિવારને તેઓ ખુબ યાદ આવશે કારણ કે તેઓ એમબીબીએસ ના વિદ્યાર્થી તરીકે એમ્સમાં જોડાયા અને ત્યારબાદ મેડિસિન વિભાગના પ્રમુખ તરીકે સેવાનિવૃત્ત થયાં. 


તેમણે કહ્યું કે "મેં તેમની ખુબ નજીક રહીને કામ કર્યું અને તેમને હું બાળપણથી જ જાણતો હતો કારણ કે તેઓ મારા પિતાજીના વિદ્યાર્થી હતા." વર્ષ 2003માં સેવાનિવૃત્તિ બાદ ડો. પાંડે સીતારામ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ સાથે જોડાયા અને ત્યાં તેમણે શ્વસન મેડિસિન વિભાગમાં વરિષ્ઠ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું.


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube