નવી દિલ્હી : કોરોના સંક્રમણના નિશાન પર જ્યાં સામાન્ય માણસ જ નહી સરકારનાં સીનિયર અધિકારીઓ પણ હોય તેમ લાગી રહ્યું છે. મંત્રીઓ પછી હવે ઉચ્ચ અધિકારીઓ પણ કોરોના પોઝિટિવ મળી રહ્યા છે. સંરક્ષણ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. અધિકારીનાં કોરોના સંક્રમિત આવ્યા બાદ સાઉથ બ્લોક ખાતેા સંરક્ષણ મંત્રાલયનાં કાર્યાલયને ડિસઇન્પેખનનો કાર્યક્રમ ચલાવાઇ રહ્યો છે. સાથે જ અધિકારીના સંપર્કમાં આવેલા અન્ય સ્ટાફનાં લોકો અંગે પણ માહિતી મેળવવામાં આવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતમાં અલગ પ્રકારનો કોરોના વાયરસ શોધાયો, લક્ષણો પણ સાવ નોખા નીકળ્યા

સુત્રો અનુસાર સંરક્ષણ મંત્રાલયના અધિકારીનો કોરોના પોઝિટિવ ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ સાઉથ બ્લોકમાં હડકંપ મચી ગયો છે. અધિકારીના કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમનું કોન્ટેક ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર સાઉથ બ્લોકને હાલ સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.


વિજય માલ્યાને ભારત મોકલી રહ્યું છે યૂકે, કોઈપણ સમયે મુંબઇ લેન્ડ કરી શકે છે ફ્લાઈટ

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ત્રણ સૌથી વધારે પ્રભાવિત શહેરો (મુંબઇ, દિલ્હી અને ચેન્નાઇ) મળીને ભારતમાં દરરોજ કેસમાં સૌથી મોટો ભાગ ભજવે છે. 1 જુને દેશનાં તમામ કોરોના કેસ પૈકીનાં 44% કેસ આ ત્રણ શહેરોમાંથી આવ્યા હતા. જો કે હજી પણ આ શહેરોની સ્થિતીમાં કોઇ જ સુધારો નથી થઇ રહ્યો. ભારતમાં આ મહામારીનો પ્રકોપ ગામડાઓ કરતા શહેરોમાં વધારે જોવા મળી રહ્યો છે. તેમાં મુંબઇ, દિલ્હી, ચેન્નાઇ અને અમદાવાદ જેવા મહાનગરોમાં સ્થિતી અત્યંત વિપરિત છે. મુંબઇમાં તો સ્થિતી સ્ફોટક છે. 


મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube