ભારતમાં અલગ પ્રકારનો કોરોના વાયરસ શોધાયો, લક્ષણો પણ સાવ નોખા નીકળ્યા

હૈદરાબાદમાં સીસીએમબીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના વાયરસમાં એક વિશિષ્ટ લક્ષણની ઓળખ કરી છે.. ખાસ કરીને તમિલનાડુ અને તેલંગના જેવા દક્ષિણી રાજ્યોમાં. ભારતમાં 41 ટકા જિનોમ અનુક્રમમાં મળેલા વાયરસની વસ્તીના આ વિશેષ ગ્રૂપને તેઓએ ‘ક્લેડ એ3આઈ’ નામ આપ્યું છે. સીસીએમબી (CCMB) એ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં સાર્સ-સીઓવી2ના પ્રસારના જિનોમ અનુક્રમનો એક નવું પૂર્વમુદ્રણ મળ્યું છે. પરિણામે વિષાણુઓની વસ્તીના એક ખાસ ગ્રૂપને દર્શાવે છે, જે અત્યાર સુધી ઓળખાયું ન હતું. ભારતમાં તે મોટી માત્રામાં હાજર છે, જેને ક્લેડ એ3આઈ (Clade A3i) કહેવાય છે. 

ભારતમાં અલગ પ્રકારનો કોરોના વાયરસ શોધાયો, લક્ષણો પણ સાવ નોખા નીકળ્યા

ઝી મીડિયા/બ્યૂરો :હૈદરાબાદમાં સીસીએમબીના વૈજ્ઞાનિકોએ દેશમાં કોરોના વાયરસમાં એક વિશિષ્ટ લક્ષણની ઓળખ કરી છે.. ખાસ કરીને તમિલનાડુ અને તેલંગના જેવા દક્ષિણી રાજ્યોમાં. ભારતમાં 41 ટકા જિનોમ અનુક્રમમાં મળેલા વાયરસની વસ્તીના આ વિશેષ ગ્રૂપને તેઓએ ‘ક્લેડ એ3આઈ’ નામ આપ્યું છે. સીસીએમબી (CCMB) એ ટ્વિટ કરીને કહ્યું કે, ભારતમાં સાર્સ-સીઓવી2ના પ્રસારના જિનોમ અનુક્રમનો એક નવું પૂર્વમુદ્રણ મળ્યું છે. પરિણામે વિષાણુઓની વસ્તીના એક ખાસ ગ્રૂપને દર્શાવે છે, જે અત્યાર સુધી ઓળખાયું ન હતું. ભારતમાં તે મોટી માત્રામાં હાજર છે, જેને ક્લેડ એ3આઈ (Clade A3i) કહેવાય છે. 

8મીએ ખૂલશે કચ્છના પ્રખ્યાત માતાના મઢના દરવાજા, આરતીમાં પૂજારી સિવાય કોઈને પ્રવેશ નહિ

તેમાં કહેવાયું છે કે, એવુ લાગે છે કે, આ ગ્રૂપની ઉત્તપત્તિ ફેબ્રુઆરી 2020માં ટ્રાન્સમિશન દરમિયાન થઈ હશે અને તે ભારતમાં ફેલાયું હશે. સાર્સ સીઓવી 2 ના ભારતમાં તમામ જિનોમ નમૂનાઓના 41 ટકા નમૂનાઓની પુષ્ટિ થઈ ચૂકી છે અને દુનિયાભરની વાત કરીએ તો 3.2 ટકા સેમ્પલમાં તે મળ્યું છે. સીસીએમબી વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક પરિષદ અંતર્ગત આવતી એક લેબોરેટરી છે. 

મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 

ગત 15 દિવોસમાં આવ્યા 1 લાખ કેસ
દેશમાં બુધવારે કોરોના વાયરસના સંક્રમણના એક દિવસમાં સૌથી વધી 9 હજાર કેસ સામે આવ્યા છે. આ સાથે જ આ મહામારીના દેશમાં કુલ કેસની સંખ્યા 2 લાખ 7 હજારને પાર પહોંચી ગઈ છે. સાથે જ દેશમાં રિકવર થવાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેનો આંકડો પણ 1 લાખને પાર પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત અને દિલ્હી જેવા ખરાબ રીતે પ્રભાવિત રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો ઉપરાંત બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કીમ સહિત કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં પણ સતત કેસ સામે આવી રહ્યાં છે. 

— CCMB (@ccmb_csir) June 1, 2020

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ અને કેરળ પણ એ રાજ્યોમાં સામેલ છે, જ્યાં કોવિડ-19ના સંક્રમિત લોકો મળી રહ્યાં છે. અમેરિકા, બ્રાઝિલ, રશિયા, બ્રિટન, સ્પેન અને ઈટલી બાદ ભારત કોવિડ-19 મહામારીથી સૌથી વધુ પ્રભાવિત સાતમો દેશ છે. ભારતમાં સંક્રમિતોનો આંકડો મંગળવારે રાતે 2 લાખને પાર પહોંચી ગયો હતો. જેમાં અંદાજે 1 લાખ નવા કેસ માત્ર છેલ્લાં 15 દિવસમાં સામે આવ્યા છે. ભારતમાં કોવિડ-19 નો પહેલો કેસ 31 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news