દિલ્હી અને દેશભરમાં કેટલા શાહીન બાગ? 7 પાનાનું લિસ્ટ સોશિયલ મીડિયા પર થી રહ્યું છે વાયરલ
તેમાં લખવામાં આવ્યું છે કે જામિયામાં ધાબળો જોઈએ. એક જગ્યાએ લખ્યું છે કે અહીં વાંચમાં માટે આવો.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરુદ્ધ છેલ્લા દોઢ મહિનાથી શાહીન બાગમાં પ્રદર્શન થઈ રહ્યું છે. આ વિરોધ-પ્રદર્શનોને કોણ આયોજીત કરી રહ્યું છે? તેના પર સવાલ ઉઠી રહ્યાં છે. આ સંબંધમાં ઝી ન્યૂઝની પડતાલમાં ખુલાસો થયો છે કે સાત પન્નાનું એક લિસ્ટ સોશિયલ મીડિયા પર સર્કુલેટ થઈ રહ્યું છે.
ZEE NEWSએ ચાર વિસ્તારની તપાસ કરી, બધા સાચા હતા. પરંતુ તે સ્પષ્ટ નથી કે આ લિસ્ટને બનાવવા પાછળ કોણ છે? આ લિસ્ટમાં દેશભરમાં જ્યાં પ્રદર્શન થઈ રહ્યાં છે તેમાં 50થી વધુ શહેરોના નામ છે. માત્ર દિલ્હીમાં 23 સ્થાનની માહિતી છે.
પરંતુ આ પહેલા નાગરિકતા સંશોધિત કાયદાના વિરોધમાં થયેલી હિંસા અને પ્રદર્શન બાદ ખુલાસો થયો કે તેની પાછળ પોપુલર ફ્રન્ટ ઓફ ઈ્ડિયાનું ફન્ડિંગ છે. શાહીન બાગ અને જામિયાના પણ એવા છ સરમાના છે જેના એકાઉન્ટમાં પીએફઆઈ તરફથી પૈસા ટ્રાન્સફર થયા હતા. હવે આ મામલાની તપાસ કરવા માટે ઈડીની એક ટીમ મંગળવારે સાંજે શાહીન બાગ પહોંચી હતી.
ઇસ્લામિક કટ્ટરતાને વધારવા માટે લાગ્યા છે આરોપ
પીએફઆઈ ખુદને એક બિન સરકારી સંગઠન ગણાવે છે. આ સંગઠન પર ઘણી ગેરકાયદે ગતિવિધિઓમાં સામેલ થવાના આરોપ છે. ગૃહ મંત્રાલયે 2017માં કહ્યું હતું કે આ સંગઠનના લોકોના સંબંધ જેહાદી આતંકીઓ સાથે છે, સાથે તેના પર ઇસ્લામિક કટ્ટરવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ છે. પીએફઆઈએ ખુદ પર લાગેલા આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, પરંતુ હંમેશા આ સંગઠન વિવાદમાં રહ્યું છે.