નવી દિલ્હી : દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટરમાં ઘુસીને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવક્તા જીવીએલ નરસિમ્હા પર જુતુ ફેંકનાર શક્તિ ભાર્ગવ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. શક્તિ ભાર્ગવ બેનામી સંપત્તી અને  બેનામી આવક અંગેની આવકવેરા વિભાગની તપાસનો સામનો કરી રહ્યો છે. મળતી માહિતી અનુસાર શક્તિ ભાર્ગવે 3 બંગ્લા ખરીદ્યા હતા, જેના માટે તેણે પોતાનાં ખાતામાંથી 11.5 કરોડ રૂપિયાની ચુકવણી કરી હતી. આ બંગ્લા શક્તિ ભાર્ગવે પોતાની પત્ની તથા સંબંધીઓનાં નામે ખરીદ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અખિલેશે આઝમગઢથી ઉમેદવારી નોંધાવી, રેલીમાં કહ્યું-'તેઓ ચાવાળા તો અમે પણ દૂધવાળા છીએ'

આવકવેરા વિભાગના સુત્રો અનુસાર 2018માં ત્રણ દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન શક્તિ ભાર્ગવનાં વિવિધ સ્થળો પર દરોડા પાડ્યા તેમાં 28 લાખ રૂપિયા રોકડા અને 50 લાખ રૂપિયાની જ્વેલરી જપ્ત થઇ હતી. પુછપરછમાં શક્તિ ભાર્ગવ 10 કરોડ કરતા વધારે રકમની કમાણીનાં સ્ત્રોત અંગે પણ માહિતી પહોંચી શકી નહોતી. 
દુનિયાની આઠમી અજાયબી, જાણે જોઈ લો સમુદ્ર પર તરતો અદભૂત મહેલ 

તપાસમાં શક્તિ ભાર્ગવની અનેક સપત્તી અંગે માહિતી મળી હતી. આવકવેરા વિભાગની તપાસમાં સામે આવ્યું હતું કે, ભાર્વગ સાથે જોડાયેલી 8 કંપનીઓની માહિતી આવકવેરા વિભાગ અથવા બીજી અનેક સરકારી એજન્સીઓને નહોતી આપવામાં આવી. એટલે કે ગુપ્ત રીતે એવી કંપનીઓ ચલાવાઇ રહી હતી, જેનો સંબંધ ભાર્ગવ સાથે હતો. 


VIDEO ભાજપની પ્રેસ કોન્ફરન્સમાં જીવીએલ નરસિંહારાવ પર જૂતું ફેંકાયું, થયો હોબાળો

માહિતી એવી પણ સામે આવી હતી કે શક્તિ ભાર્ગવે જે 3 બંગ્લા ખરીદ્યા હતા, તે અંગે ભાર્ગવના પરિવારજનોએ જ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. શક્તિભાર્ગવ સુપ્રીમમાં કેન્દ્ર વિરુદ્ધ અરજી પણ દાખલ કરી ચુક્યો છે, જેને રદ્દ કરતા કોર્ટે સીબીઆઇને શક્તિ ભાર્ગવ વિરુદ્ધ કેસ દાખલ કરવાનાં આદેશ આપ્યા હતા. 


આ રાજ્યમાં કોંગ્રેસને મોટો ફટકો, 'ચોકીદાર ચોર હૈ' જાહેરાત અને વીડિયો પર લાગ્યો પ્રતિબંધ

શક્તિભાર્ગવ વિરુદ્ધ આ તમામ ગંભીર આરોપો એટલા માટે પણ ચોંકાવનારા છે કારણ કે ફેસબુકમાં તે પોતાની જાતને એક વ્હીસલ બ્લોઅર તરીકે રજુ કરે છે. સાથે જ સરકારની નીતિઓ મુદ્દે પણ શક્તિ ભાર્ગવે નારાજગી વ્યક્ત કરી છે.