આ રાજ્યમાં કોંગ્રેસને મોટો ફટકો, 'ચોકીદાર ચોર હૈ' જાહેરાત અને વીડિયો પર લાગ્યો પ્રતિબંધ
લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલુ છે. ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસની 'ચોકીદાર ચોર હૈ' જાહેરાત અને વીડિયો પર પ્રતિબંધ મૂક્યો છે.
Trending Photos
ભોપાલ: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન હાલ ચાલુ છે. ચૂંટણી પંચે એક મોટી કાર્યવાહી કરતા કોંગ્રેસની 'ચોકીદાર ચોર હૈ' જાહેરાત અને વીડિયો પર પ્રતિબંધ મૂક્યો છે. જેનાથી કોંગ્રેસના ચૂંટણી પ્રચાર અભિયાનને મોટો આંચકો લાગ્યો છે. BJPએ ચૂંટણી પંચને આ જાહેરાત અંગે ફરિયાદ કરી હતી.
મુખ્ય ચૂંટણી પદાધિકારી કાર્યાલયે ભોપાલથી તમામ જિલ્લાના કલેક્ટરોને નિર્દેશ જારી કર્યા છે. જેમાં કહેવાયું છે કે કોંગ્રેસની જાહેરાત ચોકીદાર ચોર હૈને રાજ્ય સ્તરની Media Certification & Monitoring Committee એ 17 એપ્રિલના રોજ પ્રતિબંધિત કરી છે. તેના પ્રસારણ પર રોક લગાવવામાં આવે.
અત્રે જણાવવાનું કે આજે લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાનનો દિવસ છે. નિર્ધારિત સમય મુજબ મતદાન શરૂ થઈ ગયું છે. દેશના 12 રાજ્યની 95 લોકસભા બેઠક પર 15 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા અગાઉ જાહેર કરાયા મુજબ બીજા તબક્કામાં 13 રાજ્યની 97 સીટ પર મતદાન થવાનું હતું, પરંતુ તમિલનાડુની વેલ્લોર સીટનું મતદાન રદ્દ કરાયું છે, જ્યારે ત્રિપુરા લોકસભાની ત્રિપુરા પૂર્વ સીટનું 18 એપ્રિલના મતદાનની તારીખ બદલી નાખવામાં આવી છે. આ કારણે, હવે 12 રાજ્યની 95 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે.
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે