પવારનો PM પર શાબ્દિક પ્રહાર: નેહરૂ-ગાંધી પરિવારે દેશ માટે કુરબાની આપી
શરદ પવારે કહ્યું કે, જવાહરલાલ નેહરૂ અનેક વખત જેલ ગયા, બધા જાણે છે કે કઇ રીતે ઇંદિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી
નવી દિલ્હી : એનસીપી પ્રમુખ શરદ પવારે વડાપ્રધા1ન મોદી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. શરદ પવારે કહ્યું કે, વડાપ્રધાન મોદી પોતાની દરેક રેલીમાં કહે છે કે માત્ર એક પરિવારે જ દેશ પર રાજ કર્યું છે, હું તેમને કહેવા માંગીશ કે આ પરિવારે દેશ માટે કુર્બાનીઓ પણ એટલી જ આપી છે.
અગાઉ મંગળવારે શરદ પવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે, તેઓ સત્તાધારી એનડીએ સરકારને હરાવવાનાં પ્રયાસ હેઠળ બિન ભાજપ દળોના સંયુક્ત મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પવારે કહ્યું હતું કે, હું રાષ્ટ્રીય સ્તર પર એખ સમાન ગઠબંધનની સંભાવના નથી જોકો કારણ કે રાજ્ય દર રાજ્ય જમીની સ્થિતી બદલાઇ રહી છે. હું અલગ અલગ દળો સાથે વાત કરીને તેમને એખ મંચ પર લાવવાનાં પ્રયાસો કરી રહ્યો છું.
પવારે કહ્યું કે, લોકસભા ચૂંટણી બાદ જો મોદી સરકાર જાય છે તો સૌથી વધારે સીટો જીતનારું કોઇ પણ વિપક્ષી દળ વડાપ્રધાન પદ માટે દાવેદારી કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, દિલ્હી અને મહારાષ્ટ્રમાં સરકાર બદલાશે. કોઇ એક દળ વિકલ્પ ન આપી શકે. મને નથી લાગતં કે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી બાદ વડાપ્રધાન રહેશે.
2014માં જે વાયદા કરવામાં આવ્યા હતા, તે ચારનાં વર્ષ બાદ જમીન પર નજર નથી આવતા. (પૂર્વ વડાપ્રધાન) મનમોહન સિંહે સુશાસન માટે પોતાનું સર્વશ્રેષ્ઠ આપવાનું વચન આ્યું અને ઇરાદા સર્વશ્રેષ્ઠ હતા. તેઓ સ્થિતી આજે નથી. પવારે રાફેલ વિમાન સોદા મુદ્દે પણ ભાજપ નીત કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા અને આ મુત્તે તપાસ સંસદની સંયુક્ત સંસદીય સમિતી સાથે કરાવવાની માંગ કરી.