લખનઉઃ દેશમાં લોકસભા ચૂંટણી જાહેર થવાની સાથે જ ચોરે ને ચૌટે અત્યારે તેની જ ચર્ચા જોવા મળી રહી છે. દરેક પાર્ટી ચૂંટણી રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે તો વળી સાથે જ ઉમેદવારોની પસંદગીનું મનોમંથન પણ પાર્ટીઓ માટે માથાનો દુખાવો બનેલું છે. વિરોધ પક્ષ હોય કે પછી સત્તા પક્ષ, એક રાજનેતા પોતાના પ્રશ્નો દ્વારા બીજી પાર્ટીને કઠેડામાં ઊભા રાખવાના પ્રયાસો કરી રહ્યા છે, આ જંગ જીભથી જેટલી લડાઈ રહી છે, તેટલી જ સોશિયલ મીડિયા પર પણ વધુ તેજ થઈ રહી છે, હવે તેની અસર વીકિપીડિયામાં પણ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયનાડ બેઠકથી લડી શકે છે લોકસભા ચૂંટણી


શરદ પવારની પ્રોફાઈલ સાથે કરાઈ છેડછાડ
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ એવા શરદ પવારની વીકિપીડિયાની પ્રોફાઈલ સાથે કોઈએ છેડછાડ કરી છે. શરદ પવારની વીકિપીડિયાની પ્રોફાઈલમાં તેમને 'Nationalist Currupt Part'ના અધ્યક્ષ બતાવાયા છે. ખાસ વાત એ છે કે, આ શબ્દોને લાંલ રંગ કરી દેવાયો છે. 


3 મિનિટના નૃત્યએ બદલ્યું હતું જયાપ્રદાનું નસીબ, બોલિવૂડની ટોચની અભિનેત્રી આવી રીતે બની રાજનેતા


અગાઉ પણ થઈ છે આવી ઘટનાઓ
નેતાઓની પ્રોફાઈલ સાથે છેડછાડની આ કોઈ પ્રથમ ઘટના નથી. આ અગાઉ એનસીપીના નેતા રંજીત સિંહ મોદિતે પાટીલની પ્રોફાઈલ સાથે છેડછાડની ઘટના બની હતી. આ છેડછાડમાં રંજીત સિંહને એક સાથે ત્રણ પાર્ટીના નેતા બતાવાયા હતા. 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...