નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 માં મળેલા પરાજય બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi) એ પોતાનાં પદ પરથી રાજીનામું આપવાની રજુઆત કરી હતી. જો કે તેમનું રાજીનામું હજી સુધી સ્વિકાર કરવામાં આવ્યું નથી. ત્યાર બાદથી જ કોંગ્રેસનાં નવા અધ્યક્ષ મુદ્દે સસ્પેંસ  છે, અનેક અટકળો લગાવાઇ રહી છે. બીજી તરફ હવે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓએ ઝડપથી પાર્ટી અધ્યક્ષનાં નામની જાહેરાત કરવામાં આવે તેવી માંગણીઓ ઉઠી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય
સમાચાર એજન્સી એએનઆઇનાં અનુસાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરુરે રવિવારે કહ્યું કે, ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસનાં નેતાઓનાં ટોપ નેતૃત્વ અને ખાસ કરીને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ને ભાર આપતા કોંગ્રેસ અધ્યક્ષની માંગને પુર્ણ કરવાની વાત કરી છે. હાલમાં જ શશિ થરૂરે પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka gandhi vadra) ને નવા કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની માંગ કરી હતી. શશિ થરુરે કહ્યું કે, કોંગ્રેસનાં વચગાળાના અધ્યક્ષની તત્કાલીન નિયુક્તિથી પાર્ટીને ફાયદો થશે. 


10 ઓગષ્ટે કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ, મિલિંદ દેવડાએ બે નામનો દાણો દબાવ્યો
DRDO એ ક્વિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ, સેનાની હવામાં શક્તિ વધશે
પાર્ટીમાં વરિષ્ઠ નેતૃત્વને પદો પર આંતરિક ચૂંટણી બાદ વચગાળાના અધ્યક્ષની નિયુક્તિથી કોંગ્રેસની વિશ્વસનીયતા મજબુત થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીનાં રાજીનામાની રજુઆત બાદ અનેક વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓએ તેમને મનાવવાના પ્રયાસો કર્યા પરંતુ અસફળ રહ્યા. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ (Congress) ના નવા અધ્યક્ષ મુદ્દે પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka gandhi vadra) ના નામની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં જ વરિષ્ઠ કોંગ્રેસ નેતા શશિ થરૂર દ્વારા પ્રિયંકા ગાંધી વાડ્રાને નવા અધ્યક્ષ બનાવવાની માંગનું સમર્થન પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ (Amarinder Singh) પણ કર્યું હતું. અમરિંદર સિંહે કહ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે પ્રિયંકા ગાંધી વાડ્રાને ચૂંટવામાં આવે છે તો તેમને તમામનું સમર્થન મળશે.


ઉન્નાવકાંડ: ટ્રકની નંબર પ્લેટ પર કોણે માર્યો હતો કાળો કુચડો? ડ્રાઇવરે આપ્યો ચોંકાવનારો જવાબ
આ સાથે જ મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ મિલિંદ દેવડાએ પણ અમરિંદર સિંહનું સમર્થન કર્યું છે. મિલિંદ દેવડાએ કહ્યું કે કોંગ્રેસના નવા અધ્યક્ષ યુવા, સક્ષમ સંગઠનાત્મક અનુભવ ધરાવતો હોવો જોઇએ. મારા હિસાબથી સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આ તમામ ગુણો ધરાવે છે અને કોંગ્રેસને મજબુત કરશે.


કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !
બીજી તરફ પ્રિયંકાને અધ્યક્ષ બનાવવાનાં સવાલ અંગે દેવડાએ કહ્યું કે, મને આનંદ થશે જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને છે. જો કે ગાંધી પરિવારની તરફથી પહેલા જ કહેવાઇ ચુક્યું છે કે આગામી પાર્ટી અધ્યક્ષ આ પરિવારથી નહી થાય તો તેની સંભાવના ઓછી છે.