બાબા આમટેના પૌત્રી અને જાણીતા સમાજસેવી ડો.શીતલ આમટેએ આત્મહત્યા કરી
સમાજ સેવા ક્ષેત્રે દિગ્ગજ હસ્તી ગણાતા બાબા આમટેની પૌત્રી અને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર ડો.શીતલ આમટે-કર્જકી(Dr. Sheetal Amte) એ સોમવારે સવારે આનંદવન આશ્રમ ખાતે આત્મહત્યા કરી લીધી.
ચંદ્રપુર: સમાજ સેવા ક્ષેત્રે દિગ્ગજ હસ્તી ગણાતા બાબા આમટેની પૌત્રી અને પ્રસિદ્ધ સામાજિક કાર્યકર ડો.શીતલ આમટે-કર્જકી(Dr. Sheetal Amte) એ સોમવારે સવારે આનંદવન આશ્રમ ખાતે આત્મહત્યા કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી. શીતલ આમટેએ પોતાને ઝેરનું ઈન્જેક્શન આપી દીધુ.
કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને PM મોદીએ વારાણસીથી આપ્યો સંદેશ
ડોક્ટર શીતલ આમટે આનંદવનના મહારોગી સેવા સમીતિના સીઈઓ પણ હતા. કહેવાય છે કે શીતલે ઘરેલુ સમસ્યાના કારણે આત્મહત્યા કરી. વરોરા ઉપજિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા તો ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શીતલ આમટેને 2016માં વિશ્વ આર્થિક મંચ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર 2016' તરીકે પણ પસંદ કરાયા હતા.
વારોરા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પી.પેન્ડારકરે જણાવ્યું કે પ્રારંભિક સૂચના મુજબ કથિત રીતે તેમણે પોતાની જાતને જ ઝેરનું ઈન્જેક્શન આપીને સોમવારે સવારે પોતાની જીવનલીલા સમાપ્ત કરી દીધી. તેમને તરત જ નજીકના વારોરા ગ્રામીણ હોસ્પિટલ લઈ જવાયા હતા.
શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક
મેગ્સસે એવોર્ડથી સન્માનિત મુરલીધર ડી.આમટે ઉર્ફે બાબા આમટેના પૌત્રી ડો.શીતલ મહારોગી સેવા સમિતિના સીઈઓ હતા જેમણે કુષ્ઠ રોગીઓ વચ્ચે સરાહનીય કામ કર્યું છે. માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં બાબા આમટે પોતાના કામ માટે જાણીતા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube