શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક 

દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. 

Updated By: Nov 30, 2020, 03:36 PM IST
શું દેશમાં ફરીથી Lockdown લાગશે? PM મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે સર્વપક્ષીય બેઠક 
ફાઈલ ફોટો

નવી દિલ્હી: દેશ કોરોના વાયરસ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના પર સ્થિતિ વિકટ બની રહી છે. આવા સમયે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારે એટલે કે 4 ડિસેમ્બરના રોજ સર્વપક્ષીય બેઠક યોજાશે. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ બેઠકમાં રાજ્યસભા અને લોકસભાના તમામ સભ્યોને સામેલ થવા માટે આમંત્રણ અપાયું છે. 

કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 38,772 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 94,31,692 પર પહોંચી છે. જેમાંથી 4,46,952 લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે 88,47,600 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 443 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કુલ મૃત્યુઆંક 1,37,139 થયો છે. 

અત્યાર સુધીમાં 14,03,79,976  કોરોના ટેસ્ટ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં દેશમાં 14,03,79,976 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8,76,173 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યા. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube