નવી દિલ્હી : દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રીએ ગુરૂવારે સ્વીકાર કર્યો કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ 26/11નાં હુમલા બાદ આતંકવાદીઓની વિરુદ્ધ વડાપ્રધાન મોદી જેટલા કડક નહોતા. દીક્ષિતે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પુલવામા હુમલા બાદ આતંકવાદીઓ વિરુદ્ધ દ્રઢતાથી કાર્યવાહી કરી સાથે જ તેમણે જોડ્યું કે રાજકીય હિંતમાં પણ તેમણે આવું કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાફેલ ડીલ: સુપ્રીમમાં એટોર્ની જનરલે કહ્યું CAG રિપોર્ટમાંથી 3 પેજ થયા છે ગાયબ

શીલા દીક્ષિતે એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે, હાં હું તમારી સાથે સંમત છું કે મનમોહન સિંહ મોદી જેટકા કડક અને દ્રઢ નહોતા. જો કે સાથે સાથે એમ પણ લાગી રહ્યું છે કે તેમણે રાજનીતિ માટે પણ ઘણુ કર્યું હતું. નિવેદન મુદ્દે હોબાળો થયા બાદ થોડા સમયમાં દીક્ષિતે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો કોઇ તેમનાં નિવેદનને અન્ય કોઇ સંદર્ભે વાપરે તો તેઓ તેનું કંઇ જ કરી શકે નહી. 


લોકસભા ચૂંટણી: આ સેક્સી અભિનેત્રીને ટીકિટ આપી 'દીદી'એ ભાજપને દોડતું કર્યું

દીક્ષિતને સવાલ પુછવામાં આવ્યો હતો કે, શું તમે સ્વિકારો છો કે 26 ફેબ્રુઆરીએ બાલકોમાં જૈશનાં આતંકવાદી કેમ્પો પર ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઇક બાદ વડાપ્રધાન મોદીએ આખરુ વલણ નથી અપનાવ્યું. દિલ્હીના ત્રણ વખય મુખ્યમંત્રીને તેમ પણ પુછવામાં આવ્યું કે એરસ્ટ્રાઇક બાદ રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે લોકોનો મુડ શું છે. શું વડાપ્રધાન મોદી ફરી ચૂંટાઇ આવશે. કારણ કે તેઓ એક મજબુત નેતા છે. જેનાં જવાબમાં દીક્ષિતે કહ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષા સાથે તમારો શું અર્થ છે. દીક્ષિતનાં સવાલનાં જવાબમાં તેમણે કહ્યું કે, શું તમને લાગે છે કે દેશની સુરક્ષાનો ખયાલ નથી રાખવામાં આવ્યો, એટલે સુધી કે ઇંદિરા જીના સમયમાં પણ ? 


ભારત ચીની માલ પર પ્રતિબંધ લગાવે તો ડ્રેનનું રૂંવાડુ પણ ન હલે ? દુધનું દુધ પાણીનું પાણી

ઉલ્લેખનીય છે કે, એરસ્ટ્રાઇક બાદ વડાપ્રધાન મોદીએ સવાલ ઉઠાવતા પુછ્યું હતું કે, 2008નાં મુંબઇ હુમલા બાદ તત્કાલીન યુપીએ સરકારે આતંકવાદીઓની કડક કાર્યવાહીનો જવાબ શા માટે નહોતો આપ્યો આ હુમલામાં 10 પાકિસ્તાની આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઇનાં 10 સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં 166  લોકોના મોત નિપજ્યા હતા.