નવી દિલ્હી: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીના 18 સાંસદોની સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા હતા. રામલલાના દર્શન દરમિયાન ઉદ્ધવની સાથે તેમના પુત્ર પણ હાજર રહ્યો હતો. રામલલાના દર્શન કર્યા બાદ ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા કહ્યું કે તેમને વારંવાર અયોધ્યા આવવાનું મન કરે છે. ઠાકરેએ કહ્યું કે, રામ મંદિર ચૂંટણી મુદ્દો નથી. તેમણે કહ્યું કે રામ મંદિર પર સરકાર કોઇ નિર્ણય લે છે તો કોઇ રોકનાર નથી. જણાવી દઇએ કે, 7 મહિનામાં આ બીજી વખત છે જ્યારે ઠાકરે અયોધ્યા પહોંચ્યા. આ પહેલા લોકસભા ચૂંટણી જીતની મન્નત માગવા માટે ઠાકરેએ રામલલાના દર્શન કર્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Live અપડેટ્સ:-


16 જૂન 2019, 11:50 વાગ્યે


મજબૂત સરકારમાં રામ મંદિર બનશે, મોદી સરકારમાં નિર્ણય લેવાની તાકાત છે: ઉદ્ધવ ઠાકરે


16 જૂન 2019, 11:48 વાગ્યે


કાયદો બનવો, અયોધ્યામાં શ્રીરામ મંદિરનું નિર્માણ કરો: ઉદ્ધવ ઠાકરે


16 જૂન 2019, 11:41 વાગ્યે


પ્રેસ કોન્ફરન્સમાં ઠાકરેએ કહ્યું, મેં પહેલા જ કહ્યું હતું પહેલા મંદિર પછી સરકાર


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...