શિવપાલ યાદવે વધાર્યો કોંગ્રેસ તરફ મિત્રતાનો હાથ, શું યૂપીમાં બનશે નવું ગઠબંધન!
યૂપીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન બાદ રાજકારણે હવે બીજી બાજુ વળી છે. એવામાં લોકસભા ચૂંટણીમા બધા પક્ષો તેમની સંભાવનાઓને ચકાસી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીથી અલગ થઇને નવી પાર્ટી બનાવનાર મુલાયમ સિંહના ભાઇ શિવપાલ યાદવ પણ પાછળ નથી.
નવી દિલ્હી: યૂપીમાં સપા અને બસપા વચ્ચે ગઠબંધન બાદ રાજકારણે હવે બીજી બાજુ વળી છે. એવામાં લોકસભા ચૂંટણીમા બધા પક્ષો તેમની સંભાવનાઓને ચકાસી રહ્યાં છે. સમાજવાદી પાર્ટીથી અલગ થઇને નવી પાર્ટી બનાવનાર મુલાયમ સિંહના ભાઇ શિવપાલ યાદવ પણ પાછળ નથી. શનિવારે તઓ કહી રહ્યાં હતા કે, કોઇપણ ગઠબંધન તેમના વગર પૂર્ણ થઇ શકે નહીં, પંરતુ જ્યારે સપા અને બસપાની સાથે વાત ન બની તો તેમણે હવે ભાજપની સામે નવું ગઠબંધન બનાવવાની સંભાવનાઓ પર વિચાર કરવાનો શરૂ કરી દીધો છે.
વધુમાં વાંચો: ઉદ્ધવ ઠાકરેએ PM મોદીને આપ્યો પડકાર, ‘હિમ્મત હોય તો બનાવો રામ મંદિર’
શિવપાલે ઇશારો કરતા જણાવ્યું કે તેઓ હવે કોંગ્રેસની સાથે પણ ગઠબંધન કરી શકે છે. પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી (લોહિયા)ના મુખ્યા શિવપાલ યાદવે કહ્યું કે, તેઓ કોંગ્રેસની સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. આ વિષય પર વાતચીત કરતા તેમણે કહ્યું કે, હાલમાં આ વિષય પર અમારી કોંગ્રેસ સાથે કોઇ વાતચીત થઇ નથી. પરંતુ જીતવાની પણ સેક્યૂલર પાર્ટી છે, તેમણ સાથે આવવું જઇએ. તેમાંથી કોંગ્રેસ પાર્ટી પણ એક છે. જો કોંગ્રેસ અમારી સાથે સંપર્ક કરશે અને અમારી સાથે વાત કરશે, તો અમે ગઠબંધન કરવા તૈયારી છીએ.
વધુમાં વાંચો: સવર્ણોને 10 ટકા અનામત આપનાર પહેલુ રાજ્ય બનશે ગુજરાત, જાણો ક્યારથી થશે લાગું
સપા અને બસપાની વચ્ચે ગઠબંધનમાં શિવપાલને જગ્યા મળી નતી. કોંગ્રેસ અને આઆરએલડી માટે 2-2 સીટો છોડી ગયા છે. એસપી અને બીએસ 38-38 બેઠકો પર ચૂંટણી લડશે. એવામાં શિવપાલ હવે તેમની રાજનીતિ માટે જમીન તૈયાર કરવામાં જોડાયા છે. શિવપાલ યાદવ આમ તો યૂપીની રાજીનીતિમાં મોટો આધાર નથી પંરંતુ તેઓ યાદવ લેન્ડમાં સપાના પ્રભાવવાળી બેઠકો પર મોટી અસર રાખે છે.
વધુમાં વાંચો: સપા-બસપાના ગઠબંધનથી છંછેડાયેલ કોંગ્રેસના ફુંફાડા, UPમાં એકલા હાથે લડશે ચૂંટણી
કન્નોજ, બદાયું, ફિરોઝાબાદ, મૈનપુરી ઇટાવામાં શિવપાલ યાદવ તેમના બૂથ અખિલેશની રમત બગાડી શકે છે. યાદવ વોટર્સમાં શિવપાલ પ્રમુખ નેતા છે. એવામાં જો તેઓ ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ સાથે ઉતરે તો તેઓ બીએસપી અને સપાને નુકસાન પહોંચાડી શકે છે.