ભોપાલઃ ભાજપમાં સામેલ થયા બાદ જ્યોતિરાદિત્ય સિંધિયા પર લગાવવામાં આવેલા ગદ્દાર અને વેચાયેલા જેવા આરોપ બાદ કોંગ્રેસ બેકફૂટ પર છે. સિંધિયા તો આ મુદ્દા પર ચુપ છે, પરંતુ પોતાના ગૃહ ક્ષેત્ર ગ્વાલિયરમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે હુમલો કર્યો, તો કોંગ્રેસના નેતા સંકટમાં આવી ગયા છે. શિવરાજે કોંગ્રેસના મોતીલાલ નેહરુથી લઈને ઈન્દિરા ગાંધી, અર્જુન સિંહ, પી ચિદમ્બરમ જેવા નેતાઓના પાર્ટી છોડવા અને પરત કોંગ્રેસમાં મહત્વપૂર્ણ પદ મેળવવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પાસે જવાબ પણ માગ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શિવરાજના આ સવાલ પર 'ગદ્દાર' શબ્દની રાજનીતિમાં ગરમાવો આવી ગયો અને મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણી નજીક હોવાથી બંન્ને પક્ષોમાં આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે. કોંગ્રેસ છોડવામાં મધ્ય પ્રદેશના દિવંગત પૂર્વ મુખ્યમંત્રી અર્જુન સિંહ અને તેમના સમર્થક પણ રહ્યાં છે. તેમાં અર્જુન સિંહના પુત્ર અને પૂર્વ નેતા વિપક્ષ અજય સિંહ, મહેન્દ્ર સિંહ ચૌહાણ જેવા ઘણા નેતા સામેલ છે, જે આજે કોંગ્રેસમાં મજબૂત સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય રાજનીતિમાં એકે એન્ટોની, પી ચિદમ્બરમ પણ પાર્ટી છોડ્યા બાદ કેટલાક વર્ષમાં કોંગ્રેસમાં પરત આવીને મોટા પદ હાસિલ કર્યાં હતા. તો દિવંગત થઈ ચુકેલા ઘણા નેતાઓએ પાર્ટી છોડી હતી. ભાજપે કોંગ્રેસને સવાલ કર્યો કે શું આવા બધા નેતાઓને તે ગદ્દારની શ્રેણીમાં રાખશે. 


પોતાની અનુકૂળતાથી ગદ્દારની વ્યાખ્યા બનાવી રહી છે કોંગ્રેસ
સિંધિયા સમર્થક અને ભાજપના નેતા પંકજ ચતુર્વેદીએ કહ્યુ કે, ગદ્દારની વ્યાખ્યા કોંગ્રેસ પોતાના ફાયદા પ્રમાણે કરે છે. મોતીલાલ નેહરુથી લઈને એકે એન્ટોની, પી. ચિદમ્બરમ, તારિક અનવર, અર્જુન સિંહ જેવા લોકોએ પાર્ટી છોડી હતી તો તે શું ગદ્દાર છે. ગદ્દારી તો કમલનાથે દિગ્વિજય સિંહની સાથે મળીને મધ્ય પ્રદેશના કિસાનો સાથે કરી છે, જેનું દેવુ માફ ન કર્યું. તે યુવાનો સાથે કરી, જેને બેરોજગારી ભથ્થુ ન આપ્યું. 


ગદ્દારની વ્યાખ્યાને વૈચારિક વિચારધારાના નેતા સાથે ન જોડો
મધ્ય પ્રદેશના કોંગ્રેસના પ્રવક્તા કેકે મિશ્રાએ સ્પષ્ટતા કરી કે જે નેતાઓના પાર્ટી છોડવાને ગદ્દારી સાથે જોડવામાં આવી રહ્યાં છે, તેની વિચારધારાને લઈને મતભેદ થઈ રહ્યો નથી. તે વ્યાવસાયિક દ્રષ્ટિથી આર્થિક લાભ માટે પાર્ટી છોડીને નથી ગયા અને ન તો તેણે કોઈ ચૂંટાયેલી સરકારને પાડી છે. ગદ્દારની વ્યાખ્યાને વૈચારિક વિચારધારા વાળા નેતાઓ સાથે ન જોડવી જોઈએ. 


કોંગ્રેસમાં પરિવર્તનઃ CWCની બેઠક આજે, 'અંતરિમ અધ્યક્ષ' પર દાવ રમવાની તૈયારી  


આ નેતાઓએ છોડી કોંગ્રેસ
અર્જુન સિંહઃ 1994મા નારાયણ દત્ત તિવારીની અખિલ ભારતીય કોંગ્રેસ (તિવારી)મા સામેલ થયા. 1996મા લોકસભાની ચૂંટણી હાર્યા બાદ કોંગ્રેસમાં પરત આવ્યા.


એકે એન્ટોનીઃ 1979મા બનેલી કોંગ્રેસ દેવરાજ પાર્ટીમાં સામેલ થયા. 1980મા તેમણે કોંગ્રેસ એ પાર્ટી બનાવી અને 1982મા કોંગ્રેસમાં આવી ગયા. 


પીય ચિદમ્બરમઃ 1996મા તમિલ  મનીલા કોંગ્રેસમાં સામેલ થયા. 2001મા કોંગ્રેસ જનનાયક પેરવાઈ બનાવી અને 2004 સુધી ચલાવી. પછી કોંગ્રેસમાં આવી ગયા. 


તારિક અનવરઃ 1972થી 1999 સુધી કોંગ્રેસની સાથે રહ્યાં. શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં ગયા. 2018મા ફરી કોંગ્રેસમાં આવી ગયા. 


શરદ પવારઃ 1999મા કોંગ્રેસ છોડી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બનાવી. 


મમતા બેનર્જીઃ 1970થી 1997 સુધી કોંગ્રેસમાં રહી. ત્યારબાદ તૃણમૂલ કોંગ્રેસ બનાવી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર