અધૂરુ દેવું માફી ખેડૂતો સાથે અન્યાય, મારી નજર કોંગ્રેસ પર જ છે: શિવરાજ
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના નેતૃત્વવાળી રાજ્ય સરકારના દેવા માફીને ભ્રમ ગણાવતા કહ્યું કે ગુરુવારે કરવામાં આવેલી અડધા-અધુરા દેવા માફીની ઘોષણા રાજ્યના ખેડૂતો સાથે અન્યાય છે.
ભોપાલ: મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસના નેતૃત્વવાળી રાજ્ય સરકારના દેવા માફીને ભ્રમ ગણાવતા કહ્યું કે ગુરુવારે કરવામાં આવેલી અડધા-અધુરા દેવા માફીની ઘોષણા રાજ્યના ખેડૂતો સાથે અન્યાય છે. ચૌહાણે ટ્વિટ પર લખ્યું કે, ‘31 માર્ચ, 2018 સુધી અવરોધ મૂકીને, અડધી અપૂર્ણ થયેલ દેવા માફીની ઘોષણા મારા રાજ્યના ખેડૂતો માટે ઘણું અયોગ્ય છે.’
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસના આવા ભ્રમથી દુર રહેવું જોઇએ, પરંતુ, તેઓ જાણી લે કે, હું ઊંઘતો નથી, હું જાગી રહ્યો છું અને મારી નજર તેમના પર જ છે.
દિલ્હી-આગ્રા વચ્ચે ટ્રાયલ દરમિયાન ટ્રેન-18 પર પથ્થર મારો, બારીના કાચ તોડ્યા
દેવા માફીની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ મધ્ય પ્રદેશના ખેડૂત કલ્યાણ તથા કૃષિ વિકાસ વિભાગના પ્રમુખ સચિવ ડૉ. રાજેશ રાજોરા સાથે આ સંબંધમાં તાત્કાલીક તે જ દિવસે આદેશ જાહેર કર્યા હતા.
સોમવારની સાંજે જાહેર કરેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, મધ્ય પ્રદેશ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે કે મધ્ય પ્રદેશ રાજ્યમાં સ્થિત રાષ્ટ્રિયકૃત તથા સહકારી બેંકોમાં ટૂંકા ગાળાની પાક લોનના રૂપમાં સરકાર દ્વારા લાયકાત અનુસાર યોગ્ય ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધી 31 માર્ચ 2018ના સ્થિતિમાં ટૂંકા ગાળાની પાક લોન માફ કરવામાં આવે છે.
વધુમાં વાંચો: હેલીકોપ્ટરમાં યાત્રા કરનાર શિવરાજ બેઠા ટ્રેનમાં, સેલ્ફી લેવા ઉમટી મુસાફરોની ભીડ
ચૂંટણી પ્રચાર દરમિયાન રાહુલે આપ્યું દેવા માફીનું વચન
રાહુલ ગાંધીએ આ વર્ષે 7 જૂને મંદસૌર જિલ્લાની પિપલ્યા મંડીમાં એક રેલીમાં ઘોષણા કરી હતી કે જો મધ્ય પ્રદેશમાં તેમની સરકાર બનશે, તો તેઓ 10 દિવસની અંદર ખેડૂતોનું દેવુ માફ કરી દેશે. 11મો દિવસ લાગશે નહીં. ત્યારબાદ કોંગ્રેસે ખેડૂતોના દેવા માફીને તેમનું ‘વચન પત્ર’માં સામેલ કર્યું હતું.
(ઇનપુટ-ભાષા)