મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019 માટે શિવસેનાએ મુંબઈ પોલિસના પૂર્વ ઈન્સ્પેક્ટર પ્રદીપ શર્માને નાલાસોપારા વિધાનસભા સીટ પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. પ્રદીપ શર્માને મુંબઈ પોલિસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ માનવામાં આવે છે. સોમવારે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ એબી ફોર્મ બહાર પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2014 વિધાનસભા ચૂંટણીમાં નાસાસોપારા સીટ પ્રકાશ આંબેડકરની બહુજન વિકાસ અઘાડીએ જીતી હતી. 2009માં પણ નાલાસોપારાની સીટ પર બહુજન અઘાડીનો ઉમેદવાર જ જીત્યો હતો. એ સમયે શિવસેનાએ ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી અને આ ગઠબંધન બીજા સ્થાને રહ્યું હતું. 


IIT મદ્રાસમાં PM મોદીને ગમ્યો કેમેરાવાળો આવિષ્કાર, કહ્યું- સંસદમાં કામ આવશે


ભાજપ શિવસેના વચ્ચે ગઠબંધનની આજે જાહેરાત થઈ શકે છે. સૂત્રો અનુસાર શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્ય ભાજપના અધ્યક્ષ ચંદ્રકાન્ત પાટીલ આજે સાંજે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધિત કરી શકે છે. 


શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈની વર્લી વિધાનસભા સીટ પરથી ચૂંટણી લડે તેવા સમાચાર છે. સૂત્રો મુજબ 29 વર્ષનો આદિત્ય ઠાકરે 3 ઓક્ટોબરના રોજ પત્ર લખી શકે છે. પાર્ટીના 53 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચૂંટણીમાં શિવસેનાનો કોઈ 'ઠાકરે પરિવાર'નો ચહેરો મળશે.


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....