ફડણવીસે આપ્યું એવું નિવેદન...કે શિવસેના થઈ ગઈ ગદગદ, કર્યાં પેટછૂટા વખાણ
શિવસેના (Shivsena) એ પોતાના મુખપત્ર સામનામાં વિપક્ષીદળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ના ખુબ વખાણ કર્યા છે. સામનામાં લખવામાં આવ્યું છે કે ફડણવીસ આજે પણ એટલા જ યુવા અને જુસ્સાવાળા છે જેટલા તેઓ મુખ્યમંત્રી પદે હતાં ત્યારે રહેતા હતાં. ફડણવીસનું એક ભાવનાત્મક નિવેદન સામે આવ્યું છે. જેમાં ફડણવીસે પોતાના ખાસ સહયોગી ગિરીશ મહાજનને કહ્યું છે કે `ગિરીશ જો મને કોરોના (Corona Virus) કે કઈ પણ બીજુ થાય તો મને સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરાવજો.`
મુંબઈ: શિવસેના (Shivsena) એ પોતાના મુખપત્ર સામનામાં વિપક્ષીદળના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ના ખુબ વખાણ કર્યા છે. સામનામાં લખવામાં આવ્યું છે કે ફડણવીસ આજે પણ એટલા જ યુવા અને જુસ્સાવાળા છે જેટલા તેઓ મુખ્યમંત્રી પદે હતાં ત્યારે રહેતા હતાં. ફડણવીસનું એક ભાવનાત્મક નિવેદન સામે આવ્યું છે. જેમાં ફડણવીસે પોતાના ખાસ સહયોગી ગિરીશ મહાજનને કહ્યું છે કે 'ગિરીશ જો મને કોરોના (Corona Virus) કે કઈ પણ બીજુ થાય તો મને સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરાવજો.'
ફડણવીસ અનેક હોસ્પિટલોમાં કોરોના સુવિધા કેન્દ્રની મુલાકાત લે છે અને સરકાર પર નિશાન સાધતા રહે છે. જેના કારણે પ્રશાસનની ભાગદોડ શરૂ થઈ જાય છે. બધુ મળીને સરકારે જે કામ કર્યાં તેના સંદર્ભમાં ફડણવીસ સંપૂર્ણ રીતે સંતુષ્ટ છે અને ભવિષ્યમાં જો તેમને કોરોના થઈ ગયો તો કોઈ ખાનગી હોસ્પિટલમાં ન લઈ જઈને સરકારી હોસ્પિટલમાં જ દાખલ કરાવવાનું ઈચ્છાપત્ર તેમણે ગિરીશ મહાજનને સોંપ્યું છે.
કેટલાક લોકોને ફડણવીસનો આ એક સ્ટંટ લાગે છે. પરંતુ તેમણે પોતાની સહજ ભાવના વ્યક્ત કરી છે. તેને સ્ટંટ કરેવું યોગ્ય નથી. ફડણવીસની આ ભાવનાની કદર કરવી જોઈએ અને મહારાષ્ટ્રની જનતાએ તેમની પીઠ થપથપાવી જોઈએ. ફડણવીસનો આવો આત્મવિશ્વાસ, સરકાર અને હજારો કોરોના પીડિતોને બળ આપનારું છે. આ માટે વિરોધી દળના નેતા દેવેન્દ્ર ફડણવીસને જેટલી પણ પ્રશંસા કરીએ તે ઓછી છે, તેમની પ્રશંસા કરવી જ જોઈએ. વિરોધ દળના નેતા સંતુષ્ટ છે તો રાજ્યના સ્વાસ્થ્ય તંત્રને બીજુ શું જોઈએ?
ફડણવીસ વિરોધી દળના નેતા તરીકે ઉત્તમ કામ કરી રહ્યાં છે એવું અમે અનેકવાર કહ્યું છે. શું આ પ્રશંસા નથી? આ તો સૌથી મોટી સાબાશી છે. કોરોનાના મામલે સરકારી તંત્ર કેવી રીતે કામ કરી રહ્યું છે, તેણે ક્યાં કામ કરવું જોઈએ અને ક્યાં ઉણપ છે? આ માટે વિરોધી દળના નેતા રાજ્યભરની મુલાકાત લઈ રહ્યાં છે. વિરોધી દળના નેતા પહોંચવાના કારણે પ્રશાસન ગતિશિલ થઈ જાય છે એવો અમારો અનુભવ છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube