અત્યંત ચોંકાવનારા આ કેસની વિગતો એવી છે કે ગુનામાં એક 22 વર્ષીય યુવકે ધોરણ 12ની એક વિદ્યાર્થીનીને ગોળી મારીને ઘાયલ કરી હતી અને બાદમાં આરોપીનો મૃતદેહ રેલ્વે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના ગુનામાં એક 22 વર્ષીય યુવકે ધોરણ 12ની વિદ્યાર્થીનીને ગોળી મારીને ઘાયલ કરી દીધી હતી અને પછી આરોપીનો મૃતદેહ રેલવે ટ્રેક પાસે મળી આવ્યો હતો. પોલીસે આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે 17 વર્ષની છોકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે આરોપીની ઓળખ રાહુલ કુશવાહ તરીકે થઈ છે અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કુશવાહાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટથી જ સ્થિતિ સ્પષ્ટ થશે.


Aero India શોનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, કહ્યું- આ ફક્ત શો નહીં, પરંતુ ભારતની તાકાત


BIG BREAKING: મહારાષ્ટ્રના પુણેમાં Googleની ઓફિસને બોમ્બથી ઉડાવાની ધમકી


દીકરીઓ માટે આ બેસ્ટ સરકારી યોજના, PM મોદીએ પણ પાઠવી શુભેચ્છા, જલદી કરો અરજી


પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
સીએસપી શ્વેતા ગુપ્તાએ જણાવ્યું કે રાત્રે લગભગ 9 વાગે વિદ્યાર્થીની પર ગોળીબાર કરનાર આરોપી રાહુલ કુશવાહ શહેરથી લગભગ 10 થી 11 કિમી દૂર મહુગઢમાં રેલવે ટ્રેક પાસે પડેલો જોવા મળ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેનું મૃત્યુ કેવી રીતે થયું તે હજુ સ્પષ્ટ થયું નથી. સીએસપી શ્વેતા ગુપ્તાએ કહ્યું કે પીએમ રિપોર્ટ પછી જ સ્પષ્ટ થશે કે તેમનું મૃત્યુ કેવી રીતે થયું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube