Aero India શોનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, કહ્યું- આ ફક્ત શો નહીં, પરંતુ ભારતની તાકાત

Aero India 2023: પીએમ મોદીએ કહ્યું કે એરો ઈન્ડિયા શો ફક્ત શો નહીં પરંતુ દેશની તાકાત છે. તેમણે કહ્યું કે નવી ઊંચાઈ આજે ભારતની સચ્ચાઈ છે. આત્મનિર્ભર થતા ભારતની તાકાત સતત વધી રહી છે. જ્યારે કોઈ દેશ નવી સોચ, નવા એપ્રોચ સાથે આગળ વધે છે ત્યારે તેની વ્યવસ્થાઓ પણ નવી સોચ પ્રમાણે ઢળવા લાગે છે

Aero India શોનું PM મોદીએ કર્યું ઉદ્ધાટન, કહ્યું- આ ફક્ત શો નહીં, પરંતુ ભારતની તાકાત

ભારતની સૌથી મોટી એરોસ્પેસ અને ડિફેન્સ એક્ઝીબીશન એરો ઈન્ડિયાના 14માં સત્રનો આજથી પ્રારંભ થયો. પીએમ મોદીએ કાર્યક્રમનું ઉદ્ધાટન કર્યું. રક્ષા અધિકારીઓએ કહ્યું કે 5 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 98 દેશ ભાગ લઈ રહ્યા છે. 

આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એરો ઈન્ડિયા શો ફક્ત શો નહીં પરંતુ દેશની તાકાત છે. તેમણે કહ્યું કે નવી ઊંચાઈ આજે ભારતની સચ્ચાઈ છે. આત્મનિર્ભર થતા ભારતની તાકાત સતત વધી રહી છે. જ્યારે કોઈ દેશ નવી સોચ, નવા એપ્રોચ સાથે આગળ વધે છે ત્યારે તેની વ્યવસ્થાઓ પણ નવી સોચ પ્રમાણે ઢળવા લાગે છે. ભારત આજે એક પોટેન્શિયલ ડિફેન્સ પાર્ટનર પણ છે. આજે દેશ નવી ઊંચાઈઓને પણ સ્પર્શી રહ્યો છે અને તેને પાર પણ કરી રહ્યો છે. 

તેમણે કહ્યું કે 21મી સદીનું નવું ભારત કોઈ તક ગુમાવશે નહીં કે ન તો પોતાની મહેનતમાં કોઈ કમી રાખશે. આપણે કમર કસી ચૂક્યા છીએ. આપણે દર સેક્ટરમાં રેવોલ્યુશન લાવી રહ્યા છીએ. જે દેશ દાયકાઓ સુધી સૌથી મોટો ડિફેન્સ ઈમ્પોર્ટર હતો તે હવે દુનિયાના 75 દેશોને ડિફેન્સ ઈક્વિપમેન્ટ એક્સપોર્ટ કરે છે. છેલ્લા 5 વર્ષમાં દેશની નિકાસ 6 ગણી વધી છે. 2021-22માં આપણે અત્યાર સુધીનો રેકોર્ડ 1.5 બિલિયન ડોલરથી વધુ એક્સપોર્ટનો આંકડો પાર કર્યો છે. 

- पीएम @narendramodi

— BJP (@BJP4India) February 13, 2023

પીએમ મોદીએ કહ્યું કે અમૃતકાળમાં ભારત એક ફાયટર પાઈલટની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઊંચાઈઓને સ્પર્શવાથી ડર લાગતો નથી. જે સૌથી ઊંચી ઉડાણ ભરવા માટે ઉત્સાહિત છે. આજનું ભારત ઝડપથી વિચારે છે, દૂરનું વિચારે છે અને તરત નિર્ણય લે છે. સાથે એક વાત એ પણ છે કે ભારતની ગતિ ભલે ગમે તેટલી તેજ હોય પરંતુ તે હંમેશા જમીન સાથે જોડાયેલું રહે છે. 

અત્રે જણાવવાનું કે આ કાર્યક્રમમાં યુપી સેક્ટરના ગ્રોથ, ભવિષ્યની શાનદાર ટેક્નોલોજી ઉપર પણ ભાર મૂકવામાં આવશે. LCA તેજસ, , Dornier Light Utility Helicopter અને Advanced Light Helicopter ને પણ પ્રમોટ કરવામાં આવશે. આ સાથે જ 9 રક્ષા કંપનીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈ રહી છે. આ સાથે જ 32 દેશોના રક્ષામંત્રી પણ એરો શોમાં સામેલ થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news