જયપુર : રાજસ્થાનમાં ભ્રષ્ટાચારથી બચવાનો વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્યનાં સિરોહીમાં લાંચ લીધેલી રકમ ઝડપાઇ જવાની બીકે ઇન્સપેક્ટરે 20 લાખ રૂપિયાની નોટો સળગાવી દીધી હતી. તેણે રાંધણગેસના ચુલા પર એક પછી એક નોટોને સળગાવી દીધી હતી. આ કાર્ય કર્વામાં તેની પત્નીએ પણ સાથ આપ્યો હતો. ACB ની ટીમે દરોડો પાડ્યો હતો. જેથી તેને આ પગલું ભર્યું હતું. પ્રાથમિક અનુમાન અનુસાર આ તમામ લાંચથકી જ કમાયા હતા. જો કે તેણે પકડાઇ જવાની બીકે તમામ રૂપિયા સળગાવી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપુનગર PSI એ કહ્યું ચોરને બુટલેગરને પકડીશું તો અમારા હપ્તા કોણ આપશે? હપ્તા છેક CM સુધી જાય છે


એસીબીની ટીમે બુધવારે સિરોહીનાં ભંવરીમાં 1 લાખ રૂપિયાની લાંચ લેતા મહેસુલી ઇન્સપેક્ટર પરબતસિંહને રંગેહાથે ઝડપી લીધા હતા. પુછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે, તેણે તો લાંચ પિંડવારાના ઇન્સપેક્ટર કલ્પેશ જૈન માટે લીધી હતી. જેના પગલે એસીબીએ કલ્પેશ જૈનના ઘરે દરોડો પાડવા માટે નિકળી હતી. જો કે પહેલાથી જ કલ્પેશને આ અંગે કોઇ રીતે ખબર પડી જતા તેણે ઝડપથી ઘરે પહોંચીને પોતે એક રૂમમાં પુરાઇ ગયો હતો. ઘરનો દરવાજો ખોલ્યો નહોતો. ગેસનાં ચુલા પર નોટો સળગાવવાનું શરૂ કરી દીધું હતું. એસીબીનાં અધિકારીઓએ બારીના કાચ તોડી તેને આવું નહી કરવા માટે સમજાવવા છતા તે માન્યો નહોતો. 


ગુજરાતના આ ડેસ્ટિનેશન પર લગ્ન કરવા તલપાપડ છે માલેતુજારો, પહાડીઓ વચ્ચે થાય છે જોડીઓનું મિલન


પિંડવારા પોલીસની મદદથી એસીબી લગભગ 1 કલાકની મહેનત બાદ કટરથી દરવાજો તોડ્યો હતો. આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જો કે આ દરમિયાન કાર્યવાહી મોડી રાત સુધી ચાલી હતી. જો કે દરવાજો ખુલ્લે તેટલી વારમાં તે લોકો 20 લાખ રૂપિયાની નોટો બાળી ચુક્યા હતા. હાલ તો સમગ્ર મુદ્દે એસીબી દ્વારા ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube