Shocking! Corona ની સાઈડ ઈફેક્ટનો કેસ, સાજી થઈ ગયેલી મહિલાના આખા શરીરમાં પસ જામી ગયું
દુનિયામાં આવા 7 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પોસ્ટ કોવિડ પીરિયડનો આ પહેલો કેસ છે.
મુંબઈ: દુનિયાભરમાં કોરોના મહામારી (Corona Virus) નો કેર યથાવત છે. બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેનની દહેશત હજુ ઓછી નથી થઈ ત્યાં તો પોસ્ટ કોવિડ પીરિયડમાં સામે આવેલી એક સાઈડ ઈફેક્ટે ડોક્ટરોને અચંબિત કરી દીધા છે. દિલ્હીમાં કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓમાં નવી બીમારીથી પીડિત થવાનો આ એક અનોખો મામલો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં પીઠમાં દુખાવાની ફરિયાદ બાદ એક મહિલાના સમગ્ર શરીરમાં પસ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું. દુનિયામાં આવા 7 કેસ સામે આવી ચૂક્યા છે. ભારતમાં પોસ્ટ કોવિડ પીરિયડનો આ પહેલો કેસ છે.
કોરોનાના રસીકરણ અભિયાનમાં આવી શકે છે મોટી અડચણ, જાણો આ નવા વિવાદ 'Pork Gelatin' વિશે
જાણો આ અનોખા કેસની મેડિકલ હિસ્ટ્રી
ડોક્ટરોને પીડિત મહિલાના શરીરમાં કોરોનાની એન્ટીબોડી મળી હતી. કોરોના વાયરસ સંક્રમણથી સાજા થયા બાદ આમે આવેલું આ નવું લક્ષણ છે. જો કે રાહતની વાત એ હતી કે આ મહિલાની ત્રણ સર્જરી થઈ ચૂકી છે અને તે હવે સંપૂર્ણ સ્વસ્થ છે. જિલ્લાના બજાજ નગરમાં રહેતી આ મહિલા લાંબા સમયથી કમરના દુખાવાથી પીડિત હતી. મહિલા જ્યારે ઔરંગાબાદની હેડગેવાર હોસ્પિટલ ગઈ તો તેના પગમાં સોજા પણ હતા. ડોક્ટરોએ તપાસ કરી અને તેનો MRI રિપોર્ટ કરાવ્યો. રિપોર્ટ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા.
કોરોનાને માત આપ્યા બાદ આટલા સમય સુધી રહે છે શરીરમાં Antibody, વાયરસ સામે આપે છે રક્ષણ
મહિલાનો બચી ગયો જીવ
વાત જાણે એમ છે કે મહિલના આખા શરીરમાં ગળાથી લઈને કરોડરજ્જુ સુધી..એટલે સુધી કે બંને હાથમાં અને પેટમાં પણ પસ ભરાઈ ગયું હતું. ડોક્ટરોએ તરત જ તેને એડમિટ કરી અને સર્જરીથી પસ કાઢીને નવી તપાસ હાથ ધરી. ઓપરેશનથી તેનો જીવ બચી ગયો. ત્રણવાર કરાયેલી સર્જરીથી મહિલાના શરીરમાંથી અડધો લીટરથી પણ વધુ પસ કાઢવામાં આવ્યું. આ મહિલાને 21 ડિસેમ્બરે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાઈ. સ્વસ્થ થયા બાદ મહિલા વારંવાર ડોક્ટરોનો આભાર માની રહી છે.
બ્રિટનમાં કોરોના વાયરસના વધુ એક સ્ટ્રેનની થઈ એન્ટ્રી, સરકારના માથે આભ તૂટી પડ્યું
યુરોપમાં સામે આવ્યા આવા 6 ખતરનાક કેસ
અમેરિકા અને યુરોપમાં કોરોના વાયરસનું સૌથી ખતરનાક મ્યુટેશન એટલે કે ભીષણ સ્વરૂપ જોવા મળ્યું છે. આ કડીમાં ઈમ્યુનિટીની વાત કરીએ તો એકલા યુરોપમાં જર્મનીમાંથી જ આવા 6 કેસ જોવા મળ્યા છે. હોસ્પિટલ અધિક્ષકના જણાવ્યાં મુજબ આ કેસ પર હજુ વધુ સ્ટડી ચાલુ છે. તેમને આવા જ એક કેસની જાણકારી જર્નલ ઓફ ન્યૂરોલોજીના સપ્ટેમ્બરના અંકમાં 'કોરોનાથી ઠીક થયા બાદ અસામાન્ય લક્ષણ' વિષય પર મળી હતી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube