ઝી મીડિયા/બ્યૂરો :કોરોના (corona virus) થી બચવા માટે WHO એ શરૂઆતથી જ લોકોને દર બે કલાકે હાથ ધોવાની અપીલ કરી રહ્યું છે. નાક, આંખ, મોઢાને સ્પર્શ કરવાથી (Face Touching) દૂર બચવાની સલાહ આપી રહ્યું છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, આજે પણ લોકો આદતવશ થઈને દર કલાકમાં 23 વાર પોતાના ચહેરાને સ્પર્શ કરી રહ્યાં છે. 


લોકડાઉનમાં નફ્ફટ બની અમદાવાદની  DPS સ્કૂલ, આડકતરી રીતે માંગી લીધી ફી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના કાળમાં ચહેરા પર સ્ટડી
આ ખુલાસો અમેરિકાની ડોક્ટર નેન્સી એલ્ડર, ડોક્ટર વિલિયન સોયર અને ઓસ્ટ્રેલિયાની ડોક્ટર મૈકલાવ્સે પોતાના રિસર્ચના આધારે કર્યો છે.  ત્રણેય ડોક્ટર ફેસ ટચિંગ પર અભ્યાસ કરી રહ્યાં છે. તેઓએ ન્યૂયોર્ક ટાઈમ્સી ખાસ વાતચીતમાં જણાવ્યું છે કે, કોરોનાથી બચવું હોય તો લોકોએ કારણવગર ચહેરાને સ્પર્શ કરવાની આદતને છોડવું પડશે. 


અમારી પણ અપીલ છે કે, તમે ચહેરાને સ્પર્શ ન કરો. વારંવાર હાથ ધોતા રહો. કેમ કે, આવુ કરવાથી કોરોનાથી બચવામાં સરળતા રહેશે. નહિ તો એક પણ ભૂલ ભારે પડશે. 


કોરોના ડિક્ષનરીના 11 નવા શબ્દ
કોરોના કાળ જ્યારથી શરૂ થયો છે, ત્યારે વિશ્વની દરેક વ્યક્તિ પ્રભાવિત થઈ છે. ત્યારથી આપણને કંઈક નવા શબ્દો કાનમાં પડ્યા છે. ચાલો જાણીએ આવા શબ્દો વિશે....


હાઈડ્રોક્સીક્લોરો ક્વીન - મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા
ક્વોરેન્ટાઈન - એકાંતમાં રહેવું
આઈસોલેશન - ખુદથી અલગ થઈ જવું
સોશિયલ વેક્સીન - સામાજિક ટીકાકરણ
સામાજિક અંતર - મળવાનું દૂર કરવું
આઉટબ્રેક - અચાનક કોઈ જગ્યા પર કોરોના ફેલાઈ જવો
કન્ટેનમેન્ટ - સંક્રમણને રોકવું
કોરોના હોટસ્પોટ - જ્યાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે 
સીલિંગ - હોટસ્પોટ કે કોઈ જગ્યાને બંધ કરી દેવું
ટ્રેસિંગ - કોરોના સંક્રમિત વ્યક્તિને ટ્રેસ કરવું
પેન્ડેમિક - મહામારી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર