નવી દિલ્હી : એર ફોર્સ ચીફ એર માર્શલ રાકેશ કુમારસિંહ ભદોરિયાએ સ્વિકાર કર્યો કે પાકિસ્તાન સાથે હવાઇ ઘર્ષણ દરમિયાન પોતાનાં જ Mi-17 V5 હેલિકોપ્ટરને તોડી પાડ્યુ તે એક મોટી ભુલ હતી. જમ્મુ કાશ્મીરનાં બડગામમાં ગત્ત 27 ફેબ્રુઆરીએ થયેલી આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેનાનાં 6 જવાન અને એક સામાન્ય નાગરિકનું મોત નિપજ્યું હતું. એર ફોર્સ ચીફે દેશને આશ્વસ્ત કર્યો કે એવી ચૂક ભવિષ્યમાં ક્યારે પણ નહી થાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટનાં જજે કહ્યું, દિલ્હી તરફ જોઇએ તો દુખ પણ થાય છે અને ગુસ્સો પણ આવે છે
એર ચીફ માર્શલ આર.કે ભદોરિયાએ આજે વાયુસેના દિવસ પર આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, કોર્ટ ઓફ ઇન્કવાયરી પુર્ણ થઇ ચુકી છે. આપણી જ મિસાઇલથી જ આપણુ ચોપર ક્રેશ થયું, આ આપણી જ ભુલ હતી. આપણે બે અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી કરીશું. અમે સ્વિકાર કરીએ છીએ કે આપણી આ મોટી ચુક હતી અને આશ્વસ્ત કરીએ છીએ કે આવી ભુલ ભવિષ્યમાં ફરીથી નહી થાય.


મહાનંદા નદીમાં 50 લોકો ભરેલી બોટ પલટી, દુર્ઘટનાનો હચમચાવી નાખે તેવો VIDEO સામે આવ્યો 
બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ અંગે જયશંકરે કહ્યું સંપ્રભુતા સાથે કોઇ જ સોદો નહી
તેમણે કહ્યું કે, આ મુદ્દે બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, અમારી મિસાઇળે જ (હેલિકોપ્ટરને) તોડી પાડી હતી.  તેની પૃષ્ટી થઇ ચુકી છે.તંત્ર અને અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જરૂરી પગલા ઉઠાવાઇ રહ્યા છે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ફરીથી ન થાય.


ભારતે ડુંગળી અટકાવી તો બાંગ્લાદેશમાં સર્જાઈ અછત, PM શેખ હસીનાએ કહ્યું-થોડી મુશ્કેલી પડી ગઈ છે
બાલકોટ સ્ટ્રાઇકથી ગિન્નાયેલા પાકિસ્તાને એક દિવસ બાદ જ્યારે પોતાનું વિમાન ભારતીય સીમાની અંદર મોકલ્યું તો ભારતે તેનો મુંહતોડ જવાબ આપ્યો. આ બેવડા ઘર્ષણ દરમિયાન ભારતીય સેનાનું એમઆઇ 17વી5 હેલિકોપ્ટર શ્રીનગર પાસે બડગામ વિસ્તારમાં તુટી પડ્યું. ઘટનાની તપાસમાં જાણવા મળ્યું કે, હેલિકોપ્ટરને ભારતીય વાયુસેનાના શ્રીનગર એર બેઝથી સ્પાઇડર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું.


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2019: ભાજપના આ દિગ્ગજ નેતાઓનું આ વખતે કપાયું પત્તું
સિસ્ટમને હેન્ડલ કરનારા વાયુસેના અધિકારીઓને લાગી રહ્યું છે કે તેઓ પોતાનું હેલિકોપ્ટર નહી પરંતુ દુશ્મનની તરફથી છોડાયેલી મિસાઇલ છે. હેલિકોપ્ટરને 20 મિનિટ પહેલા જ ઉડ્યન કરી હતી. તેના કાટમાળનાં વીડિયોમાં સળગેલી લાશો અને ત્યાં ઉઠતો ધુમાડો દેખાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મિસાઇલની રેન્જમાં આવતાની સાથે જ હેલિકોપ્ટરનાં બે ટુકડા થઇ ગયા હતા અને તેણે તુરંત જ આગ પકડી લીધી હતી.