Shraddha Walkar Murder Case: દિલ્હીના સાકેત કોર્ટે શ્રદ્ધા હત્યા કેસ (Shraddha Murder Case) માં દિલ્હી પોલીસે આફતાબનો નાર્કો ટેસ્ટ (Narco Test) કરવાની પરવાનગી આપી છે. હવે દિલ્હી પોલેસ જલદી જ હત્યાના આરોપી આફતાબન નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. દિલ્હી પોલીસે સાકેત કોર્ટમાં નાર્કો ટેસ્ટની પરવાનગી માટે અરજી કરી હતી. કેસમાં આફતાબ સતત તપાસ ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસે જણાવ્યું કે  તે શ્રદ્ધાના મોબાઇલ અને હત્યા માટે ઉપયોગ કરવામાં આવેલી આરીને લઇને સાચી જાણકારી આપી રહ્યો નથી. તે ક્યારેય મોબાઇલ મહારાષ્ટ્રમાં તો ક્યારે દિલ્હીમાં ફેંકવાની વાત કરી રહ્યો છે. હથિયારને લઇને પણ અત્યાર સુધી તેણે ઘણી જાણકારી આપી નથી. નાર્કો ટેસ્ટ દ્રારા હવે પોલીસ કેસના મૂળ સુધી જશે. આ પહેલાં પોલીસ આફતાબને તે જંગલમાં લઇને ગઇ હતી, જ્યાં તેણે શ્રદ્ધાના શરીરના ટુકડાને ફેંક્યા હતા. 

3 મહિનામાં જોરદાર થશે Gold નું વેચાણ, 85000 પર પહોંચશે ચાંદી! સોનું બનાવશે રેકોર્ડ


મનોરોગ વિશેષજ્ઞની મદદ લઇ રહી છે પોલીસ
દિલ્હી પોલીસનું કહેવું છે કે આફતાબ સાથે પૂછપરછ માટે મનોરોગ વિશેષજ્ઞની મદદ લેવામાં આવી રહી છે. જે પ્રકારે તેણે હત્યાની ઘટનાને અંજામ આપ્યો અને લાશના 35 ટુકડા કર્યા પોલીસને લાગે છે કે તેની માનસિક સ્થિતિ યોગ્ય નથી. એટલા માટે જ્યારે તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે તે સમયે તેની માનસિક સ્થિતિને સમજવા માટે એક મનોરોગ વિશેષજ્ઞ પણ પોલીસની ટીમ સાથે હોય છે. 


મિત્રની આશંકા બાદ નોંધાયો હતો કેસ
પાલઘર પોલીસ સ્ટેશનમાં 12 ઓક્ટોબરના રોજ માણિકપુર પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા વાલકર ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. જોકે શ્રદ્ધાના બાળપણના મિત્ર લક્ષ્મણે શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરને જણાવ્યું હતું કે તેમની પુત્રી ગત કેટલાક મહિનાથી સંપર્કમાં નથી અને અનહોનીની આશંકા છે. ત્યારબાદ શ્રદ્ધાના પિતા વિકાસ વાલકરે ફરિયાદ નોંધાવી હતી. 


લાશને આ રીતે ઠેકાણે લગાવતો રહ્યો આરોપી
દિલ્હી પોતાની 'લિવ ઇન પાર્ટનર' હત્યા કરવા અને તેના લાશના ટુકડા ટુકડા કરી ફેંકનાર આરોપી આફતાબ અમીન પૂનાવાલાને લઇને અત્યાર સુધી ઘણી વાતો સામે આવી છે. આ પહેલાં પોલીસે તેને છતરપુરના જંગલમાં લઇ ગઇ હતી. જ્યાં તેણે કથિતરૂપથી શ્રદ્ધા વાલકરના લાશના 35 ટુકડા ફેંક્યા હતા. પૂનાવાલા પર આરોપ છે કે તેણે લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણી દિલ્હીના મહારોલીમાં પોતાના ઘરમાં 300 લીટરના ફ્રીજમાં શ્રદ્ધાની લાશના ટુકડા રાખ્યા હતા અને ઘણા દિવસોમાં તેને ઠેકાણે લગાવ્યા હતા.  


આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube