Sushant Suicide Case માં નોકરે પાર્ટીને લઈને કર્યો મોટો ખુલાસો
સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલામાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. ઝી મીડિયાને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછપરછ દરમિયાન આ સ્પષ્ટ કર્યું છે કે, આત્મહત્યાની આગલી રાતે સુશાંતના ઘર પર કોઈ પાર્ટી થઈ ન હતી. સુશાંતના નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે, 13 જૂનની રાત્રે ડિનર બાદ સુશાંત પોતાના બેડરૂમમાં જ હતા. 14 જૂનના રોજ સુશાંત રોજની જેમ સવારે વહેલી ઉઠી ગયા હતા. તે રાત્રે 9 વાગ્યે ક્યાંક બહાર ગયા હતા અને ન તો ઘરમાં કોઈ પાર્ટી થઈ હતી.
ઝી મીડિયા/બ્યૂરો :સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની આત્મહત્યા મામલામાં સતત નવા ખુલાસા થઈ રહ્યાં છે. ઝી મીડિયાને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, સુશાંતના નોકરે બિહાર પોલીસને પૂછપરછ દરમિયાન આ સ્પષ્ટ કર્યું છે કે, આત્મહત્યાની આગલી રાતે સુશાંતના ઘર પર કોઈ પાર્ટી થઈ ન હતી. સુશાંતના નોકરે બિહાર પોલીસને જણાવ્યું કે, 13 જૂનની રાત્રે ડિનર બાદ સુશાંત પોતાના બેડરૂમમાં જ હતા. 14 જૂનના રોજ સુશાંત રોજની જેમ સવારે વહેલી ઉઠી ગયા હતા. તે રાત્રે 9 વાગ્યે ક્યાંક બહાર ગયા હતા અને ન તો ઘરમાં કોઈ પાર્ટી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મુંબઈ પોલીસે અધિકારિક રીતે પાર્ટીના ખબરને નકારી કાઢ્યા હતા. સુશાંતની કોલ ડિટેઈલ પાસેથી મળેલી માહિતી અનુસાર, સુશાંતે મોડી રાત્રે અંદાજે બે વાગ્યે, બે ફોન કર્યા હતા. આ ફોન રિયા ચક્રવર્તી અને તેના મિત્ર મહેશ શેટ્ટીને કર્યાં હતા. પરંતુ બંને સાથે તેમની સાથે તે રાત્રે વાત થઈ શકી ન હતી.
આ પહેલા દિવંગત અભિનેતાના ક્રિએટિવ મેનેજર સિદ્ધાર્થ પિઠાણી (Siddharth Pithani) એ મુંબઈ પોલીસને એક ઈમેઈલ લખીને આ માહિતી આપી છે કે તેમના પર રિયા ચક્રવર્તીની વિરુદ્ધ નિવેદન આપવાને લઈને સુશાંતના પરિવારવાળાઓની તરફથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. જ્યારે કે, તેઓ આ વિશે કંઈ જાણતા નથી.
સિદ્ધાર્થે મુંબઈ પોલીસને ઈમેઈલ મોકલીને જણાવ્યું કે, 22 જુલાઈના રોજ મારી પાસે સુશાંતનો પરિવારથી ઓપી સિંહ, મીતુ સિંહ અને અજાણ્યા નંબરથી કોન્ફરન્સ કોલ આવ્યો. જ્યાંથી મને રિયા ચક્રવર્તી અને જ્યારે સુશાંતની સાથે તે માઉન્ટ બ્લેન્કમાં રહેતી હતી, તો તેમના ખર્ચા વિશે પૂછવામાં આવ્યું. પછી 27 જુલાઈના રોજ મારી પાસે વધુ એક અજાણ્યા નંબરથી ઓપી સિંહનો ફોન આવ્યો અને તેઓએ મને રિયા ચક્રવર્તીની વિરુદ્ધ બિહાર પોલીસને નિવેદન આપવા માટે કહ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર