બેંગ્લુરૂ : કર્ણાટકના રાજકીય સંકટ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું કે, અમારી પાસે બહુમતી છે, એટલા માટે વિશ્વાસ મતની માંગ કરી છે. આ અગાઉ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ શુક્રવારે કહ્યું કે, જેડીએસ-કોંગ્રેસની ગઠબંધન સરકાર પાસે વિધાનસભામાં બહુમતી છે અને તેઓ વિશ્વાસ મત સાબિત કરવા માટે સંપુર્ણ રીતે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ફોરવર્ડ બેઝ પરથી હટાવે ફાઇટર પ્લેન, પછી અમે એરસ્પેસ ખોલીશું: પાકિસ્તાન
વિધાનસભાના 10 દિવસીય ચોમાસુ સત્ર શરૂથતાની સાથે જ કુમારસ્વામીએ રાજ્ય વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમારને કહ્યુ કે, મારી સરકાર પાસે બહુમતી છે, મે વિશ્વાસ મત સાબિત કરવા માટે તૈયાર છું. મારી તમને અપીલ છે કે તમે આ માટે એક તારીખ નિર્ધાર કરો. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમાર સ્વામીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપવાની વિપક્ષી દળ ભાજપની માંગને ગુરૂવારે ફગાવી દીધો હતો. ભાજપની આ માંગ સત્તારુઢ જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકારે 16 ધારાસભ્યો દ્વારા વિધાનસભા અધ્યક્ષ કેઆર રમેશ કુમારને રાજીનામું આપવામાં આવ્યા બાદ સરકારના લઘુમતીમાં આવ્યા બાદ કરી છે. 


ભાજપનાં નેતાએ આઝમને ફાંસીએ લટકાવી દેવાની કરી માંગ, કારણ છે ચોંકાવનારુ
રદ્દ ટિકિટોમાંથી પણ ભારતીય રેલ્વેએ કરી 1536 કરોડ રૂપિયાની કમાણી !
સુપ્રીમ કોર્ટે સ્પીકરને 16 જુલાઇ સુધી નિર્ણય કરતા અટકાવ્યા
બીજી તરફ સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ આર.રમેશ કુમારને કહ્યું કે, સત્તામાં રહેલ ગઠબંધનાં 10 ધારાસભ્યોનાં રાજીનામા અને તેની અયોગ્યતાના મુદ્દે આગામી મંગળવાર સુધી કોઇ પણ નિર્ણય ન લેવામાં આવે. મુખ્યન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની ત્રણ સભ્યોની પીઠે સુનવણી દરમિયાન મહત્વપુર્ણ મુદ્દા ઉઠાવવાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ મુદ્દે 16 જુલાઇએ વિચારણા કરશે ત્યા સુધી તમામ પરિસ્થિતીને યથાસ્થિતી જાળવી રાખવામાં આવે.