નવી દિલ્હીઃ જમ્મૂ-કાશ્મીરમાં મુફ્તી સરકાર તૂટ્યા બાદ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાએ રાજ્યપાલ એનએન વોહરા સાથે મુલાકાત કરી. ઉમરે કહ્યું, મેં રાજ્યપાલ સાથે મુલાકાત કરી. મેં તેમને જણાવ્યું કે, અમને 2014માં મેનડેટ ન મળ્યો અને ન તો અમારી પાસે મેનડેટ છે. ન તો અમને કોઇએ અપ્રોચ કર્યો અને ન તો અમે કોઇને અપ્રોચ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : શું આ વ્યક્તિની મુલાકાત બાદ BJPએ PDP સાથે તોડ્યુ ગઠબંધન?


BJPને મહબૂબા મુફ્તીના પ્લાનની ગંધ આવી જતા રમાયો 'છેલ્લો દાવ'?


જમ્મૂ-કાશ્મીરમાં ભાજપે સમર્થન પરત લીધા બાદ રાજ્યના મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તીએ પોતાનું રાજીનામું રાજ્યપાલને આપી દીધું છે. આ દરમિયાન ભાજપે પણ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવાની માંગ કરી છે. 


આ પણ વાંચો : ગઠબંધન તૂટી ગયું તો શું થયું, PDP અને BJP બંન્નેની પાસે છે J&Kમાં સરકાર બનાવવાનો વિકલ્પ


પીડીપીના પ્રવક્તા રફૂ અહમદ મીરે કહ્યું, અમે સરકાર ચલાવવા માટે તમામ પ્રયત્નો કર્યો. આતો થવાનું હતું. આ અમારા માટે ખૂબ ચોંકાવનાનો નિર્ણય હતો કારણ કે, અમને નિર્ણય વિશે ખ્યાલ ન હતો. બીજીતરફ પીડીપીના અન્ય એક નેતાએ કહ્યું કે, સાંજે 5 કલાકે વિસ્તારથી વાત કરીશું. 


જમ્મુ કાશ્મીરના વધુ ન્યૂઝ માટે ક્લિક કરો