નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona Virus) નો કેર સતત વધી રહ્યો છે જો કે સામે રાહતની વાત એ છે કે રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 62,064 કેસ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 22,15,075 થયો છે. જેમાંથી 6,34,945 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 15,35,744 લોકો સાજા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

COVID-19: કોરોના પર આવ્યા સારા સમાચાર!, સ્વાસ્થ્ય મંત્રાલયે ટ્વિટ કરીને આપ્યું આ નિવેદન 


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં  1,007 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ કુલ મૃત્યુઆંક 44,386 પર પહોંચી ગયો છે. જો કે દેશમાં રિકવરી રેટ સારો થયો છે. 


વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યું?


મંત્રાલયે જણાવ્યું કે હજુ પણ એવા અનેક રાજ્યો છે જેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જાણકારી આપતા તેમણે આગળ જણાવ્યું કે આ સંક્રમણ હાલ 10 રાજ્યોમાં કેન્દ્રિત છે જે નવા કેસમાં 80 ટકાથી વધુ યોગદાન આપે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો કોરોનાના સૌથી વધુ કેસ આ રાજ્યોમાંથી આવે છે. સ્થિતિને જલદી કાબૂમાં લેવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube