સીતાપુર: કમલેશ તિવારીના પરિજનોએ કહ્યું- `જ્યારે યોગી આવશે ત્યારે થશે અંતિમ સંસ્કાર`
મૃતક કમલેશ તિવારીના પરિજનોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કમલેશ તિવારીની હત્યા બાદ મહમૂદાબાદની બધી દુકાનોએ શુક્રવારે બંધ રાખી હતી. આજે પણ સીતાપુર જિલ્લામાં હિંદુવાદી સંગઠન તથા વેપારી કમલેશ તિવારીની હત્યાના વિરોધમાં બજાર બંધ રાખશે.
નવી દિલ્હી: કમલેશ તિવારી (Kamlesh Tiwari ) ની ડેડબોડીને લઇને લખનઉ (Lucknow) પોલીસ મોટી સંખ્યામાં સુરક્ષાબળો સાથે તેમના પૈતૃક આવાસ સીતાપુર (Sitapur)ના મહમૂદાબાદ લઇને પહોંચી છે. સીતાપુર પોલીસ ઓફિસર એલઆર કુમારે પણ પીએસી અને પોલીસના જવાનોને મોટી સંખ્યામાં ગોઠવી દીધા હતા. મહમૂદાબાદમાં ઠેર-ઠેર પોલીસના જવાનો તથા પીએસીના જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ કમલેશ તિવારીના પરિજનોએ અંતિમ સંસ્કાર કરવાની મનાઇ કરી દીધી છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનથ જ્યાં સુધી આવશે નહી ત્યાં સુધી મૃતક હિંદુ નેતા કમલેશ તિવારીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહી.
કમલેશ તિવારીના પરિજનોની રડી રડીને સ્થિતિ ખરાબ થઇ છે. મૃતક કમલેશ તિવારીના પરિજનોએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. કમલેશ તિવારીની હત્યા બાદ મહમૂદાબાદની બધી દુકાનોએ શુક્રવારે બંધ રાખી હતી. આજે પણ સીતાપુર જિલ્લામાં હિંદુવાદી સંગઠન તથા વેપારી કમલેશ તિવારીની હત્યાના વિરોધમાં બજાર બંધ રાખશે.