કોંગ્રેસ સહિત આ 6 પક્ષોએ ખાધા સોગંદ, J&Kમાં કલમ 370 પાછી લાવીને જ ઝંપીશું
પાકિસ્તાન, મલેશિયા, તુર્કી અને ચીન માટે સારા સમાચાર છે કે ભારતના જ રાજકીય પક્ષો તેમની ઈચ્છા પૂરી કરવાનું ધ્યાન રાખીને કાશ્મીરમાંથી વર્ષો જૂની સમસ્યાને ફરીથી જીવતી કરવાની કોશિશ કરી રહ્યાં છે. કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીરના છ રાજકીય પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ સંઘર્ષ કરીને કલમ 370ને કાશ્મીરમાં બહાલ કરીને જ રહેશે.
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) , મલેશિયા, તુર્કી અને ચીન માટે સારા સમાચાર છે કે ભારતના જ રાજકીય પક્ષો તેમની ઈચ્છા પૂરી કરવાનું ધ્યાન રાખીને કાશ્મીરમાંથી વર્ષો જૂની સમસ્યાને ફરીથી જીવતી કરવાની કોશિશ કરી રહ્યાં છે. કોંગ્રેસ અને જમ્મુ કાશ્મીરના છ રાજકીય પક્ષોએ જાહેરાત કરી છે કે તેઓ સંઘર્ષ કરીને કલમ 370 (Article 370) ને કાશ્મીરમાં બહાલ કરીને જ રહેશે.
સરકારનો China પર Quality એટેક, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યો આદેશ
જમ્મુ કાશ્મીરના પ્રમુખ પક્ષોની સોગંદ
કોંગ્રેસ (Congress) સહિત જે છ પક્ષોએ કલમ 370ને પાછી લાવવાનું ષડયંત્ર રચવાની કોશિશ કરી છે તેઓ રાજ્યના પ્રમુખ પક્ષો છે. આ ઘાતક ઈરાદાથી બહાર પાડવામાં આવેલા જોઈન્ટ સ્ટેટમેન્ટ પર હસ્તાક્ષર કરનારાઓમાં જમ્મુ અને કાશ્મીર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જીએ મીર, ઉપરાંત નેશનલ કોન્ફરન્સના રાષ્ટ્રીય અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા, પીડીપી ચીફ મહેબુબા મુફ્તી, જમ્મુ અને કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સજ્જાદ લોન, જમ્મુ અને કાશ્મીર આવામી નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ ઉપાધ્યક્ષ મુઝફ્ફર શાહ અને સીપીએમના નેતા એમવાય તારિગામી સામેલ હતાં.
કોરોનાની સારવારના નામે હોસ્પિટલે પકડાવી દીધુ 6.43 લાખનું બિલ, પછી જે થયું....ખાસ વાંચો કિસ્સો
સર્વસંમતિથી લીધો સંકલ્પ
કોંગ્રેસના ભરોસો જમ્મુ અને કાશ્મીરના 6 પ્રમુખ રાજકીય પક્ષોએ સર્વસંમતિથી સંકલ્પ લીધો છે કે 5 ઓગસ્ટ 2019 પહેલાનો જમ્મુ અને કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો બહાલ કરવા માટે સંઘર્ષ કરશે. પોતાના નિવેદનમાં આવી વિદ્રોહી વિચારધારા ધરાવતા રાજનીતિક જૂથોએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલો 370નો ખાતમો સંપૂર્ણપણે ગેરબંધારણીય હતો. આવી ડંફાશો મારીને આ રાજકીય પક્ષો દ્વારા ખોટું ઘમંડ પેદા કરવાની પણ કોશિશ થઈ કે કાશ્મીરમાં અમારી સાથે આવ્યા વગર કે અમારા વગર કઈ પણ થઈ શકશે નહીં.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube