સરકારનો China પર Quality એટેક, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યો આદેશ

દેશમાં પ્લાસ્ટિકના રમકડાંથી માંડીને બાળકોની નાની મોટી જરૂરિયાતની વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની સાથે મહત્વની બેઠક  કરી. 

સરકારનો China પર Quality એટેક, PM મોદીએ તમામ મંત્રાલયોને આપ્યો આદેશ

નવી દિલ્હી: દેશમાં પ્લાસ્ટિકના રમકડાંથી માંડીને બાળકોની નાની મોટી જરૂરિયાતની વસ્તુઓ બનાવવા માટે પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અન્ય કેબિનેટ મંત્રી અને ઉચ્ચ અધિકારીઓની સાથે મહત્વની બેઠક  કરી. 

બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદીએ તમામ મંત્રાલયોને આદેશ આપ્યા કે એવી નીતિ અને માહોલ બનાવવામાં આવે કે જેથી કરીને રાજ્યોમાં પ્લાસ્ટિક ટોય બનાવવા માટે ક્લસ્ટર બનાવી શકાય. આ વિશેષ ક્લસ્ટર માત્ર દેશમાં જ બાળકો માટે રમકડાં જ બનાવશે એવું નથી પરંતુ દેશમાં બનેલા રમકડાં વિદેશોમાં પણ એક્સપોર્ટ કરી શકાશે. 

વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત મિશનને પણ પ્લાસ્ટિક ટોય મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપીને સફળ બનાવવા પર પીએમ મોદીએ ભાર મૂક્યો. હકીકતમાં દેશમાં ચીનથી ડમ્પિંગ થતા પ્લાસ્ટિકના રમકડાંને લઈને સરકાર ખુબ ચિંતિત છે. સ્થિતિ એવી છે કે દેશના બજારોમાં વેચાઈ રહેલા પ્લાસ્ટિકના રમકડાંમાં ચીનનો જબરદસ્ત દબદબો છે.

હાલ 70% પ્લાસ્ટિકના રમકડાં ઈમ્પોર્ટ થાય છે. જ્યારે 30-35% પ્લાસ્ટિકના રમકડાં જ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપે છે. આ બગડેલા ગણિતને સુધારવાના હેતુથી સરકાર પ્લાસ્ટિકના રમકડાંની આયાત પર રોક લગાવવા માંગે છે અને દેશમાં જ પ્લાસ્ટિકના રમકડાંના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માંગે છે. 

પીએમ મોદીએ બેઠકમાં યુવાઓને પ્રેરિત કરવા માટે રસ્તો કાઢવાનું પણ કહ્યું. પ્લાસ્ટિકના રમકડાંમાં ટેક્નોલોજી અને ઈનોવેશનને પણ વધુમાં વધુ અપનાવવા પર ભાર મૂક્યો છે. પીએમ મોદીએ બાળકો માટેના રમકડાંના વિષય પર hackathon આયોજિત કરવાની પણ સલાહ આપી છે. જેમાં યુવાઓના ભાગ લેવાથી વિવિધ આઈડિયા મલસે અને સાથે સાથે પ્લાસ્ટિક રમકડાં મેન્યુફેક્ચરિંગમાં નવી ટેક્નોલોજી અને નવી ડિઝાઈન પણ દેશને મળી શકશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news