નવી દિલ્હીઃ 'સુપર 30' કોચિંગ સંસ્થાના સંસ્થાપક આનંદ કુમારે જણાવ્યું કે, પટનામાં વંચિત બાળકોને શિક્ષિત કરવામાં તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ માટે તેમણે નાના શહેરના લોકોની કરચલા જેવી માનસિક્તાને જવાબદાર ઠેરવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુમારે જણાવ્યું કે, "મુંબઈ જેવા મોટા શહેરમાં અનેક જાણીતી હસ્તીઓ રહે છે, જેઓ એક્તા અને ભાઈચારા સાથે રહે છે. અહીં કોઈ કોઈને નીચે પાડવા માગતું નથી. નાના શહેરમાં આવું નથી જે આપણી કમનસીબી છે. નાના શહેરમાં રહેતા લોકોની માનસિક્તા કરચલા જેવી હોય છે. આ કારણે જ અનેક પ્રભાવશાળી લોકો કોઈ પણ એવી વ્યક્તિને હેરાન કરવા લાગે છે અને તેની નીચો દેખાડવાનો પ્રયાસ કરે છે જે શ્રેષ્ઠી સમાજનો હોતો નથી." 


World Cup : ભારતીય ખેલાડીઓની સુરક્ષા અંગે BCCI ચિંતિત, ICCને લખ્યો પત્ર 


ઉલ્લેખનીય છે કે, આનંદ કુમારે આઈપીએસ અધિકારી અને શિક્ષણશાસ્ત્રી અભયાનંદ સાથે 'સુપર 30' નામના એક કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેમાં ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓને નિશુલ્ક ધોરણે આઈઆઈટીની પ્રવેશ પરીક્ષાની તૈયારીમાં મદદ કરવામાં આવે છે. આનંદ કુમારે જણાવ્યું કે, આ કામમાં અનેક વખત મારી હત્યા કરી દેવાની ધમકી આપવામાં આવી છે. મારા પરિવારને પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. હું જાણું છે કે, અમારા હજુ આના કરતાં પણ વધુ સહન કરવાનું છે, પરંતુ તેઓ અમને રોકી શકશે નહીં. 


કોંગ્રેસમાં રાજીનામાની વણઝારઃ જ્યોતિરાદિત્ય સિંધિયા, મિલિંદ દેવડા, હરિશ રાવતે કર્યો પદત્યાગ


આનંદ કુમારની સંસ્થા 'સુપર 30' પર આધારિત ઋતિક રોશનની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મ 'સુપર 30' 12 જુલાઈના રોજ રિલીઝ થઈ રહી છે. આનંદ કુમારને આશા છે કે, તેમની કહાની યુવાનોને તેમનાં સ્વપ્નો સાકાર કરવા માટે પ્રેરણા આપશે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....