વારાણસી: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વગર કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધતા બુધવારે કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના મિત્ર ગણનારા લોકો આધુનિક ભારતના જયચંદ છે. ઈરાનીએ કહ્યું કે ભારતીય હોવાના નાતે મારું માનવું છે કે બીમાર ઈરાદાવાળા પ્રત્યેક પાકિસ્તાનીને યોગ્ય પાઠ ભણાવવામાં આવવો જોઈએ. સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વગર કહ્યું કે પાકિસ્તાનના વડાપ્રધાનને પોતાના મિત્ર ગણનારા લોકો આધુનિક ભારતના જયચંદછે. ભારતની જનતા આવા લોકોને પાઠ ભણાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની ભલામણ પર સાઉદી અરબે તત્કાળ 850 ભારતીય કેદીઓને છોડી મૂકવાનો આપ્યો આદેશ


જયચંદે 1192માં પૃથ્વીરાજ ચૌહાણને યુદ્ધ સમયે દગો કર્યો હતો અને મોહમ્મદ ઘોરી સાથે મળી ગયો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેનાને પાકિસ્તાન અને આતંકવાદીઓ પર કડક કાર્યવાહી કરવા માટે ખુલ્લી છૂટ આપેલી છે અને અમને અમારા દેશની સેના પર પૂરેપૂરો વિશ્વાસ છે. 


કેન્દ્રીય મંત્રીએ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા પુલવામા હુમલામાં પાકિસ્તાનનો હાથ હોવા પર પુરાવા માંગતા કહ્યું કે ભારતે મુંબઈમાં 26/11ના આતંકી હુમલામાં હાફિઝ સઈદના માસ્ટરમાઈન્ડ હોવા અંગેના પુરાવા આપ્યા હતાં. પરંતુ પાકિસ્તાને તેના ઉપર કોઈ કાર્યવાહી કરી નહીં. પાકિસ્તાન સાથે ક્રિકેટ મેચ રમવાના સવાલ પર સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આ સવાલ હાલના સમયમાં પ્રાસંગિક નથી. 


(ઈનપુટ-ભાષા)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...