નવી દિલ્હી: ભારતીય લગ્નો પોતાની પરંપરાઓ માટે પણ એટલા જ પ્રખ્યાત છે જેટલા તેમની જીવંતતા માટે. 29 વર્ષના શાર્દુલ કદમ અને 27 વર્ષની તનુજાએ ગત ડિસેમ્બરમાં લગ્ન કર્યા. પરંતુ આ લગ્ન જીવનમાં એક નવો વળાંક આવ્યો. બંનેએ એકબીજાના ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યા. સામાન્ય રીતે લગ્નમાં ફક્ત દુલ્હન જ આ પ્રતિબદ્ધતાનું પ્રતિક પહેરતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે શાર્દુલ
શાર્દુલ મહારાષ્ટ્રનો રહીશ છે અને પુનાથી 30 કિલોમીટર દૂર રહે છે. તેના જણાવ્યાં મુજબ મરાઠીઓમાં મંગળસૂત્ર ખુબ મહત્વ ધરાવે છે. આથી લગ્ન સમયે મંગળસૂત્ર રિંગની જેમ એક્સચેન્જ કર્યું. 


આ કારણસર શાર્દુલે પહેર્યું મંગળસૂત્ર
શાર્દુલે આમ કરીને લૈંગિક સમાનતા સ્થાપિત કરવા અને પિતૃસત્તાની પ્રથા પર સવાલ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. શાર્દુલનું કહેવું છે કે મારા માટે મંગળસૂત્ર લગ્નનું લેબલ નહીં પરંતુ પ્રેમનું પ્રતિક છે. તે કહે છે કે જ્યારે મે અને તનુજાએ ચાર વર્ષ પહેલા ડેટિંગ શરૂ કર્યું, અમે નક્કી કરી લીધુ હતું કે અમે એકબીજાથી અલગ કઈ કામ નહીં કરીએ. 


શાર્દુલે જ્યારે આ અંગે તનુજા સાથે ચર્ચા કરી તો તે સ્તબ્ધ રહી ગઈ. શાર્દુલે તેને કહ્યું કે આ આપણા લગ્નનું પહેલું ડગલું છે અને હું આપણા લગ્નના દિવસથી બરાબરી કરવા માંગુ છું. મેં મારા માતાપિતાને જવાબદારીઓ શેર કરતા જોયા હતા અને તેમનું અનુકરણ કરવા માંગતો હતો. 


શાર્દુલ માને છે કે જ્યારે સગાઈમાં રિંગ એક્સચેન્જ થાય છે તો કોઈ સવાલ ઉઠતો નથી. પરંતુ મંગળસૂત્ર પર લોકો કેમ સવાલ ઉઠાવે છે, તે સમજ બહાર છે. 


China યુદ્ધની તૈયારી કરી રહ્યું છે? નાગરિકોને જરૂરી સાધનસામગ્રીનો સ્ટોક કરવાનું કહ્યું


પૂજારીને થતો હતો સંકોચ
શાર્દુલે જણાવ્યું કે સમગ્ર સમારોહમાં સંકોચ કરનારા એકમાત્ર પૂજારી હતા. બંનેએ લગ્નના સમયે સાત ફેરા લીધા અને અલગ અલગ શપથ વાંચવાની જગ્યાએ સાત શપથ એક સાથે વાંચ્યા. શાર્દુલની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટના ખુબ વખાણ પણ થયા અને ટીકા પણ. તેણે જણાવ્યું કતે મને મોટા પાયે ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. મારા મીમ બનતા હતા અને મીમ પેજો પર મારી તસવીર શેર થતી હતી. આ ખરેખર નિરાશાજનક હતું કારણ કે આ એક વ્યક્તિગત ઘટના છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube