What To Do During Surya Grahan: વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સૂર્ય ગ્રહણનું વિશેષ મહત્વ છે. તો બીજી તરફ ધાર્મિક ગ્રંથોમાં પણ સૂર્ય ગ્રહણને વિશેષ રીતે ઉજવવામાં આવે છે. સૂર્ય ગ્રહણને લઇને ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે. કહેવામાં આવે છે કે ગ્રહણ દરમિયાન કોઇપણ પ્રકારના પૂજા-પાઠ અથવા પછી કોઇ અનુષ્ઠાન વગેરે કરવામાં આવતા નથી. આ દરમિયાન પણ કોઇપણ પ્રકારના શુભ અને માંગલિક કાર્યો પર પણ પ્રતિબંધ છે. પરંતુ સૂર્ય ગ્રહણ દરમિયાન એક જગ્યાએ બેસીને ભગવાનની મૂર્તિને હાથ જોડીને પૂજાસ્થળને અડક્યા વિના મંત્ર જાપ વિના અને ભગવાનનું ધ્યાન કરવું વિશેષ ફળદાયી ગણવામાં આવે છે. ગ્રંથોમાં ઘણી એવી વાતોનો ઉલ્લેખ છે, જેને કરવી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આજે અમે તમને કેટલાક એવા કામો વિશે જણાવીશું જેને કરવાથી વિશેષ લાભ થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂદ્રાક્ષની માળા વડે જાપ કરવો
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર સૂર્ય ગ્રહણ દરમિયાન મંત્રોનો જાપ વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન સૂક્ષ્મ જાપ એકદમ લાભકારી ગણવામાં આવે છે. માન્યતા છે કે આ દરમિયાન રૂદ્રાક્ષની માળા પાપ નષ્ટ થાય છે. પરંતુ આ રૂદ્રાક્ષ અસલી હોવો જોઇએ. 

પતિ-પત્નીના ઝઘડામાં Apple Watch એ બચાવ્યો મહિલાનો જીવ, ઘટના જાણીને ચોંકી જશો


ગુરૂ પાસેથી દીક્ષા લેવાનો થાય છે લાભ
એવું માનવામાં આવે છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન ગુરૂ પાસેથી દીક્ષા લેવી લાભદાયક થઇ શકે છે. જો તમે કોઇ મહંત અથવા કોઇ ગુરૂ પાસેથી દીક્ષા લેવા માંગો છો, તો સૂર્ય ગ્રહણ વખતે લેવાથી લાભ થાય છે અને કાર્ય સફળ થાય છે. સૂર્ય ગ્રહણને લઇને માન્યતા છે કે આ દરમિયાન કોઇપણ જપ કરવાથી 10,00,000 ગણું ફળ મળે છે. 



ગ્રંથોનો પાઠ
જ્યોતિષીઓનું કહેવું છે કે સૂર્ય ગ્રહણ દરમિયાન ધાર્મિક ગ્રંથ જેમકે મહાભારત, રામાયણ વગેરેના પાઠ કરવા લાભદાયી હોય છે. એવું માનવામાં આવે છે કે જો ગર્ભવતી મહિલાઓ આ દરમિયાન તેના પાઠ કરે, તો તેમના બાળકોનો વિકાસ ખૂબ સારી રીતે થાય છે. સાથે જ બાળકો સંસ્કારી પણ બને છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)