સિંધદુર્ગ: મહારાષ્ટ્રનાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેએ એન્જિનિયર પર કિચડ ફેંકવાના મુદ્દે કંકાવલી પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. રાણે સહિત તેમનાં નજીકનાં 40-50 સમર્થકોની વિરુદ્ધ આઇપીસી કલમ 353, 342, 332, 324, 323, 120(A), 147, 143, 504 અને 506 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સિંધુદુર્ગના એસપી દિક્ષિત કદમે જણાવ્યું કે, નિતેશ રાણે અને તેના બે સમર્થકોની ધરપકડ કરી લેવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. 


BJP એ બેટ્સમેન આકાશ વિજયવર્ગીયને ફટકારી નોટિસ, મોટી કાર્યવાહીની વકી
બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ પણ પોતાના પુત્રના આ વર્તન અંગે નારાજગી વ્યક્ત કરી છે. પૂર્વ સીએમએ કહ્યું કે, હાઇવે માટે પ્રદર્શન યોગ્ય, પરંતુ હિંસા સંપુર્ણ રીતે ખોટી છે. તેમણે કહ્યું કે, જો એક પિતા ભુલ કર્યા વગર માફી માંગી શકે છે તો પુત્રએ પણ માફી માંગવી પડશે. 


કાશ્મીરને સળગતુ રાખતા અલગતાવાદી નેતાનાઓના પોતાના સંતાનો વિદેશમાં !
અક્ષમ નેપાળી મહિલા પર દુષ્કર્મ અને હત્યાનાં 7 આરોપીની ફાંસીની સજા પર સુપ્રીમનો સ્ટે
મળતી માહિતી અનુસાર નીતેશ રાણે ગુરૂવારે મુંબઇ-ગોવા રાજમાર્ગ નજીક બનેલા એક પુલનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પુલના એન્જિનિયર પ્રકાશ શેડકર સાથે દુર્વ્યવહાર કર્યો. ત્યાર બાદ સમર્થકો સાથે મળીને રાણેએ એન્જિનિયર પર બાલ્ટી ભરીને કિચ્ચડ પણ નાખી દીધું. આરોપ છે કે નિતેશનાં સમર્થકોની મદદથી એન્જિનિયરને પુલ સાથે બાંધી પણ દીધો. 


#EconomicSurvey: કવર પેજ દર્શાવે છે મોદી સરકારનું વિઝન, જાણો શું છે ખાસ
હાથમાં ડંડો રાખીને રાખીશ નજર
આ સમગ્ર ઘટનાનો એક વીડિયો સામે આવ્યા બાદ મુદ્દો વિવાદિત બન્યો. ત્યાર બાદ પણ નિતિશે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, હવેથી હું એક ડંડો લઇને હાઇવેના રિપેરિંગના કામની તપાસ કરીશ. દરરોજ સવારે 7 વાગ્યે હું અહીં આવીશ અને જોઇશ કે સરકાર અમારી સામે કેમ જીતે છે. મારી પાસે આવા અહંકારી લોકોને પહોંચી વળવા માટેની દવા છે. 


અમરનાથ યાત્રા :ત્રણ દિવસમાં 22 હજાર શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન
પિતાએ પુત્રનાં વ્યવહારને ખોટો ઠેરવ્યો
જો કે નિતેશના પિતાએ અને રાજ્યસભા સાંસદ નારાયણ રાણેએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, નિતેશનો વ્યવહાર ખોટો છે. ભલે હાઇવે માટે તેમનો વિરોધ યોગ્ય હોય, પરંતુ તેમના સમર્થકો દ્વારા કોઇ પણ પ્રકારની હિંસાને યોગ્ય ઠેરવી શકાય નહી. હું કોઇ પણ હિંસાને મોટી કહેતો નથી. હું તેનું બિલ્કુલ પણ સમર્થન નથી કરતો. શું તમે નિતેશને માફી માંગવા કહેશો તેવા સવાલનાં જવાબમાં તેમણે કહ્યું ચોક્કસ જણાવીશ. તેણે કહ્યું મારો પુત્ર છે અને હું તેનો પિતા છું હું કોઇ ભુલ નહી હોવા છતા પણ માફી માંગુ છું. મારા પુત્રએ પણ ભુલ માટે માફી માંગવી પડશે.