ગુરુગ્રામ: ભાજપના નેતા સોનાલી ફોગાટની હત્યાના મામલે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ગોવા પોલીસે આ મામલે સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વાત જાણે એમ છે કે સોનાલી 22 ઓગસ્ટના રોજ જ્યારે ગોવા પહોંચ્યા ત્યારે સાંગવાન અને વાસી તેની સાથે હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે સોનાલીના શરીર પર ઈજાના 4-5 નિશાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બધા વચ્ચે હવે એ વાત સામે આવી છે કે સોનાલી મોટાભાગે ગુરુગ્રામના સેક્ટર 102 સ્થિત ગુડગાવ ગ્રીન્સમાં રહેતા હતા. ગોવા જતા પહેલા સોનાલી ફોગાટ અને તેના પીએ સુધીર સાંગવાન ગુરુગ્રામની આ સોસાયટીમાં આવ્યા હતા. અહીં પોતાની સફારી ગાડી પાર્ક કરીને ટેક્સીથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. મળતી માહિતી મુજબ સોનાલી ફોગાટે ગુડગાવ ગ્રીન્સમાં ફ્લેટ નંબર 901 ભાડે લીધો હતો. જે સુધીર સાંગવાનના નામે રેન્ટ પર લેવાયો હતો. જો કે જે માહિતી મળી તેનાથી જાણવા મળ્યું કે 901 નંબર કોઈ કૃષ્ણકાંત તિવારીના નામે છે, જેને સુધીર સાંગવાન અને સોનાલી ફોગાટે રેન્ટ પર લીધો હતો. આ માટે કાયદેસર રીતે પોલીસ વેરિફિકેશન થયું હતું. 


સૂત્રોના જણાવ્યાં મુજબ સુધીર સાંગવાને જ્યારે આ ફ્લેટ રેન્ટ પર લીધો હતો ત્યારે ત્યાં રહેતા તમામ સભ્યોને જે જાણકારી આપવામાં આવી તેમાં સોનાલી ફોગાટને પત્ની ગણાવી હતી. જો કે તેમાં કેટલું તથ્ય છે તે એક તપાસનો મુદ્દો છે અને જો આ સત્ય છે તો આ મામલે આવનારા દિવસોમાં મોટો ખુલાસો થઈ શકે છે. સોનાલી ફોગટનું ગોવામાં હાર્ટ એટેકથી નિધન થયું હોવાનું કહેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે સોનાલી સોમવારે અંજૂનામાં  'Curlies' રેસ્ટોરામાં હતી. અહીં પાર્ટી દરમિયાન બેચેનીની ફરિયાદ થઈ અને ત્યારબાદ તેને સેન્ટ એન્થોની હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં તેમને મૃત જાહેર કરાયા


Sonali Phogat Last Video: મોતની ગણતરીની પળો પહેલા સોનાલી ફોગાટે શેર કર્યો હતો પોતાનો આ અંતિમ વીડિયો


2019માં મળ્યા હતા સોનાલી, સુખવિંદર અને સુધીર
અંજૂના પોલીસ મથકમાં અપાયેલી રિંકુની ફરિયાદ મુજબ જ્યારે 2019માં સોનાલી આદમપુર વિધાનસભાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કાર્યકર તરીકે સુધીર સાંગવાન અને સુખવિંદર તેમની પાસે આવ્યા હતા. ત્યારબાદ સુધીરે સોનાલીના પીએ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધુ. સોનાલી સુધીર અને સુખવિંદર પર ભરોસો કરવા લાગી હતી. સુધીર પીએ તરીકે કામ કરવા લાગ્યો તો થોડા સમયમાં જ સોનાલીના ઘરમાં કામ કરતા રસોઈયા અને નોકરોને હટાવી દીધા. તે પોતે સોનાલી માટે ભોજનની વ્યવસ્થા કરતો હતો. રિંકુએ ફરિયાદમાં જે કહ્યું છે તે મુજબ 3 માસ પહેલા તેના પર સોનાલીનો ફોન આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે સુધીરે તેને ખાવા માટે ખીર આપી હતી. ખીર ખાધા બાદ તેના હાથ પગ કાંપવા લાગ્યા હતા અને તે કામ કરતા નહતા. જ્યારે આ અંગે સુધીરને પૂછ્યું તો તેણે ગોળ ગોળ જવાબ આપ્યો હતો. ફરિયાદ મુજબ સોનાલી પોતાની તમામ લેવડદેવડ, દસ્તાવેજી કાર્યવાહી, પીએ હોવાના નાતે સુધીરના માધ્યમથી જ કરતા હતા. તે સુધીરના લાવેલા કોઈ પણ દસ્તાવેજ પર વાંચ્યા વગર જ સાઈન કરી દેતા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube