નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામોમાં મહાગઠબંધનનું પલડુ ભારે જોવા મળી રહ્યું છે. બિહારમાં કોંગ્રેસ પણ મહાગઠબંધનનો ભાગ છે. તેને જોતા કોંગ્રેસ હાઈકમાન્ડે પાર્ટી મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને અવિનાશ પાંડેને મોટી જવાબદારી સોંપી છે. એક્ઝિટ પોલ પ્રમાણે નીતીશ કુમાર માટે સત્તા વિરોધી લહેર મોટો પડકાર સાબિત થઈ છે. 10 નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કોંગ્રેસ મહાસચિવ રણદીપ સિંહ સુરજેવાલા અને અવિનાશ પાંડેને બિહારના પર્યવેક્ષક બનાવ્યા છે. બંન્ને નેતા આજે પટના પહોંચશે. બિહાર ચૂંટણીમાં પરિણામ બાદની સ્થિતિ પર કેન્દ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરશે અને જે પણ નિર્ણય હશે તે લેશે. 


શનિવારે ત્રીજા અને અંતિમ તબક્કાના મતદાન બાદ ઘણી એજન્સીઓએ પોત-પોતાના એક્ઝિટ પોલ પરિણામોની જાહેરાત કરી હતી. એક્ઝિટ પોલમાં એનડીએના મુકાબલે મહાગઠબંધનને લીડ મળી રહી છે. લગભગ બધા એક્ઝિટ પોલમાં આરજેડી સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 


રાહુલ ગાંધીનો આરોપ- 'નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી, સત્તાની નજીક રહેલા ઉદ્યોગપતિને થયો ફાયદો'

ભાસ્કર એક્ઝિટ પોલ
એનડીએઃ 120-127 સીટો
મહાગઠબંધનઃ 71-81 સીટો
એલજેપીઃ 12-23 સીટો
અન્યઃ 19-27 સીટો


ન્યૂઝ 18 ઈન્ડિયા- ચાણક્ય
એનડીએઃ 55 સીટો
મહાગઠબંધનઃ 180 સીટો
અન્યઃ 8


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube