નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વને લઇને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ પદથી રાજીનામું આપી શકે છે. સોમવારના કોંગ્રેસ વર્કિંગ કમિટિની બેઠક થવા જઇ રહી છે. સૂત્રોના અનુસાર તેમાં આ જાહેરાત થઇ શકે છે. 2019ની લોકસભા ચૂંટણી બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસની હારની જવાબદારી લઇ ગત વર્ષ પાર્ટીના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- LAC પર તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર, Chinaને જવાબ આપવા માટે ભારતે ઉઠાવ્યા આ પગલાં


ત્યારબાદથી એક વર્ષથી વધારે સમયથી સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ છે. હવે સવાલ ઉભો થયો છે કે, જો સોનિયા ગાંધી પાર્ટીનું અધ્યક્ષ પદ છોડે છે તો પાર્ટીની ભાગદોડ કોના હાથમાં જશે. આમાં પાર્ટીનો એક વર્ગ રાહુલ ગાંધીના ફરીથી અધ્યક્ષ પદના રાજ્યાભિષેકની તરફેણમાં છે. જોકે, થોડા દિવસો પહેલા પ્રિયંકા ગાંધીએ એમ કહીને રાજકીય અટકળો પર ભાર મૂક્યો હતો કે પાર્ટીની કામાન ગાંધી પરિવારના સભ્ય પાસે પણ જઈ શકે છે.


આ પણ વાંચો:- પુત્રના ISIS આતંકી પર બોલ્યા અબુ યૂસુબના પિતા, કહ્યું- 'ખબર હોત તો ઘરથી કાઢી મુકતો'


જોકે, પાર્ટીમાં ફરી એકવાર રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવાની માંગ ઝડપથી વધી રહી છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે સોનિયા ગાંધી જ્યાં સુધી ઇચ્છે ત્યાં સુધી અધ્યક્ષ પદ હોવું જોઈએ. ત્યારબાદ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા જોઈએ. તેવી જ રીતે, છત્તીસગના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે, રાહુલ ગાંધીએ ફરીથી પાર્ટીના અધ્યક્ષ બનવું જોઈએ.


આ પણ વાંચો:- દાઉદ ઈબ્રાહિમ મુદ્દે પાકિસ્તાને મારી ગુલાંટ, આતંકવાદી માનવાનો કર્યો ઈન્કાર


પાર્ટીની અંદર અધ્યક્ષ પદ અને વર્કિંગ કમિટિના સભ્યોની પસંદગી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે સલમાન ખુર્શીદે કહ્યું કે આંતરિક ચૂંટણીઓને બદલે કોંગ્રેસે એક વખત સર્વસંમતિની તક આપવી જોઈએ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર