નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી હિંસાના 15 આરોપીઓ વિરુદ્ધ બુધવારે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવાનો કાયદો (UAPA), આઈપીસી અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ કડકડડૂમા કોર્ટમાં 10 હજાર પાનાઓની વધુ એક ચાર્જશીટ દાખલ કરી દીધી છે. પોલીસ તરફથી ફાઇલ કરાયેલી ચાર્જશીટમાં ઉમર ખાલિદ અને શરજીલ ઇમામનું નામ નથી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા તેની ધરપકડ કરવામાં આવી હતી, તેના નામ સપ્લીમેન્ટ્રી ચાર્જશીટમાં હોવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી પોવીસ કમિશનરે સોમવારે કહ્યુ હતુ કે, ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસાના ષડયંત્રની તપાસ પૂર્ણ થવા નજીક છે અને આ સિલસિલામાં ગુરૂવાર 17 સપ્ટેમ્બર સુધી ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવશે. શ્રીવાસ્તવે તે પણ કહ્યું હતું કે, દિલ્હી પોલીસ જે લોકોની તપાસ કરી રહી છે, તેમાંથી કેટલાકની સોશિયલ મીડિયા પર વધુ હાજરી છે. તેમણે કહ્યું કે, કારણ કે અમે તપાસના અંતિમ છેડા સુધી પહોંચી રહ્યાં છીએ, ઉમર ખાલિદની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. 


ભારત-ચીન તણાવઃ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણવાર થયું ફાયરિંગ


દિલ્હી તોફાનોમાં થયા હતા 53 લોકોના મોત
નાગરિકતા કાયદાના પક્ષ અને વિરોધને ધ્યાનમાં રાખી આ વર્ષે 24 ફેબ્રુઆરીએ ઉત્તર-પૂર્વી દિલ્હીના જાફરાબાદ, મૌજપુર, બાબરપુર, ઘોંડા, ચાંદબાદ, શિવ વિહાર, ભજનપુરા, યમુના વિહાર વિસ્તારમાં સાંપ્રદાયિક તોફાનો ફાટી નિકળ્યા હતા. આ હિંસામાં ઓછામાં ઓછા 53 લોકોના મોત અને 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 


સ્પેશિયલ સેલની ચાર્જશીટમાં તાહિર હુસેન, મુહમ્મદ પરવેઝ અહેમદ, મુહમ્મદ ઇલ્યાસ, સૈફી ખાલિદ, ઇશરત જહાં, મીરાં હૈદર, સફુરા જર્ગર, આસિફ ઇકબાલ તન્હા, શાદબ અહમદ, નતાશા નરવાલ, દેવાંગના કલિતા, તસ્લીમ અહેમદ, સલીમ મલિક, મુહમ્મદ સલીમ ખાન અને અતહર ખાનના નામ છે. સ્પેશિયલ સેલે કોર્ટને કહ્યું કે, તેમને ચાર્જશીટ દાખલ કરવા માટે કેન્દ્ર અને દિલ્હી સરકાર બંન્ને જગ્યાએથી મંજૂરી મળી ગઈ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube