ભારત-ચીન તણાવઃ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણવાર થયું ફાયરિંગ

સેનાના સૂત્રોએ કહ્યું કે, પ્રથમ ઘટના ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાએ 29-31 ઓગસ્ટ વચ્ચે દક્ષિણી બેન્ક પેન્ગોંગ ઝીલની પાસે ઉંચાઈઓ પર કબજો કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો, જ્યારે બીજી ઘટના 7 સપ્ટેમ્બરે મુખપારી પાસે થઈ હતી.

ભારત-ચીન તણાવઃ બંન્ને દેશોની સેનાઓ વચ્ચે 20 દિવસમાં ત્રણવાર થયું ફાયરિંગ

નવી દિલ્હીઃ વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચીનની સાથે તણાવ સતત વધી રહ્યો છે. સરહદ સાથે જોડાયેલા વિસ્તારમાં પીપુલ્સ લિબરેશન આર્મીની દરેક હરકત પર ભારતીય સેના નજર રાખી રહી છે. છેલ્લા 20 દિવસમાં ભારત અને ચીન વચ્ચે ઉત્તરી પેન્ગોંગ ઝીલની નજીક ફાયરિંગની ઓછામાં ઓછી ત્રણ ઘટનાઓ થઈ છે. આ દરમિયાન બંન્ને પક્ષો વચ્ચે 100-200 રાઉન્ડ હવાઈ ફાયરિંગ કરવામાં આવ્યું. 45 વર્ષમાં આ પ્રથમવાર છે જ્યારે બંન્ને પક્ષો વચ્ચે એલએસી પર ફાયરિંગની કોઈ ઘટના બની છે. 

સેનાના સૂત્રોએ કહ્યું કે, પ્રથમ ઘટના ત્યારે થઈ જ્યારે ભારતીય સેનાએ 29-31 ઓગસ્ટ વચ્ચે દક્ષિણી બેન્ક પેન્ગોંગ ઝીલની પાસે ઉંચાઈઓ પર કબજો કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ કર્યો, જ્યારે બીજી ઘટના 7 સપ્ટેમ્બરે મુખપારી પાસે થઈ હતી. આ દરમિયાન બંન્ને પક્ષોના 100થી વધુ સૈનિકોએ હવામાં ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન ચીની સેના ખુબ આક્રમક રીતે વર્તન કરી રહી હતી. 

આ ઘટના એવા સમયે થઈ હતી જ્યારે શંઘાઈ સહયોગ સંગઠનની બેઠક માટે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર મોસ્કોમાં હતા. જ્યાં સરહદ વિવાદ સાથે જોડાયેલા મુદ્દા પર ચીની વિદેશમંત્રી સાથે તેમણે મુલાકાત કરી હતી. વાતચીત દરમિયાન બંન્ને પક્ષ કોર કમાન્ડર-સ્તરની વાર્તા કરવાના હતા, પરંતુ હજુ સુધી ચીની પક્ષ તરફથી તારીખ અને સમયની પુષ્ટિ કરવામાં આવી નથી. 

ભારત અને ચીને સૈન્ય અને કૂટનીતિક બંન્ને સ્તરો પર એપ્રિલ-મેથી ઘણા રાઉન્ટની વાતચીત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ મજબૂત પરિણામ સામે આવ્યું નથી. બંન્ને દેશો વચ્ચે આ વર્ષે એપ્રિલ-મેથી તણાવ ચાલી રહ્યો છે. પેન્ગોંગ ઝીલની પાસે કોંગરૂંગ નાલા, ગોગરા અને ફિંગર ક્ષેત્રમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા ઘુષણખોરીના પ્રયાસોથી તણાવ વધુ વધી ગયો છે. ચીનની હરકતોને જોતા ભારતીય સેનાએ હવે લદ્દાખમાં સેનાની તૈયાની વધારી દીધી છે, જેથી ચીનની કોઈપણ હરકતનો વળતો જવાબ આપી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news