આજે ખેડૂત દિવસ : જગતના તાતની આવક વિશે ગંભીરતાથી વિચારવાનો સમય હવે આવી ગયો છે
એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખેતીની જ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. ઉત્તમ ખેતી, મધ્યમ બાન... નિષિદ્ધ ચાકરી, ભીખ નિદાન... એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવુ સૌથી ખરાબ કાર્ય છે. પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહ્યું. દરેક દિવસે દેશમાં લગભગ 2000 ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને અનેક ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે. દેશના ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા ઉતરવું પડી રહ્યું છે. દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. 23 ડિસેમ્બરને સમગ્ર ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિન પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ જેમના માટે ઉજવાય છે, તેમની દેશમાં કેવી દુર્દશા છે અને તેની સામે કેવી રીતે લડી શકાય તે જાણીએ.
નવી દિલ્હી : એક સમય હતો, જ્યારે આપણા દેશમાં ખેતીની જ સૌથી ઉત્તમ કાર્ય માનવામાં આવતું હતું. મહાકવિ ધાધની એક પ્રસિદ્ધ કહેવત પણ છે. ઉત્તમ ખેતી, મધ્યમ બાન... નિષિદ્ધ ચાકરી, ભીખ નિદાન... એટલે કે ખેતી સૌથી સારું કાર્ય છે. વેપાર મધ્યમ, નોકરી નિષિદ્ધ અને ભીખ માંગવુ સૌથી ખરાબ કાર્ય છે. પરંતુ આજે દેશની પરિસ્થિતિ પર નજર કરીએ તો આજીવિકા માટે ખેતી સૌથી સારું કાર્ય નથી રહ્યું. દરેક દિવસે દેશમાં લગભગ 2000 ખેડૂતો ખેતી છોડી રહ્યા છે અને અનેક ખેડૂતો એવા છે જે ખેતી છોડી દેવા માંગે છે. દેશના ખેડૂતોને રસ્તા પર આંદોલન કરવા ઉતરવું પડી રહ્યું છે. દેશના અનેક ખેડૂતો નિરાશ થઈને આત્મહત્યા જેવું પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. 23 ડિસેમ્બરને સમગ્ર ભારતમાં કિસાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહના જન્મદિન પર કિસાન દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસ જેમના માટે ઉજવાય છે, તેમની દેશમાં કેવી દુર્દશા છે અને તેની સામે કેવી રીતે લડી શકાય તે જાણીએ.
દેશના ગ્રામીણ ક્ષેત્રોની લગભગ 58 ટકા આબાી ખેતી પર નિર્ભર છે. દેશમાં સતત થઈ રહેલા આંદોલન એક ગંભીર સંકટ તરફ ઈશારા કરી રહ્યાં છે. જાટ, મરાઠા, પાટીદાર જેવી કૃષિ આધારિત મજબૂત ગણાતી જાતિઓના જાતિગત આરક્ષણના આંદોલનના મૂળ પણ ક્યાંકને ક્યાંક ખેતી ક્ષેત્રમાં આવેલ સંકટને સંબંધિત જ છે. ગત કેટલાક વર્ષોથી ગ્રામીણ ક્ષેત્રોમાં ખેતીની હાલની પરિસ્થિતિને લઈને એક ખતરનાક આક્રોશ પેદા થયો છે. જો સમય રહેતા તેનું સમાધાન ન આવ્યું, તો દેશ એક ભયંકર આંદોલનની ઝપેટમાં આવી શકે છે. આખરે શું કારણ છે, જેનાતી ખેડૂતની પરિસ્થિતિ ચક્રવ્યૂમાં ફસાયેલા અભિમન્યુની જેમ બની ગઈ છે. ક્યારેક તેઓ રસ્તા પર મહેનતથી ઉભો કરેલો પાક ફેંક છો, તો ક્યારેક ડુંગળી ફેંકવા મજબૂર બની ગયા છે.
તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં પણ ખેડૂતોનો મુદ્દો મૂળ રહ્યો હતો. ત્યારે ખેડૂતોની વ્યાજમુક્તિની માંગોએ જોર પકડી હતી. વર્ષ 2014થી અત્યાર સુધી સાત રાજ્યોએ અંદાજે 1 લાખ 82 હજાર 802 કરોડ સુધીની વ્યાજમુક્તિની જાહેરાત કરી છે. આવામાં એક્સપર્ટસનું માનવું છે કે, આ પરિસ્થિતિમાં દૂર કરવા વ્યાજમુક્તિનો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. આરબીઆઈએ એક રિપોર્ટમાં કહ્યું હતું કે, વ્યાજમુક્તિ સરકારને ફાઈનાન્શિયલ અનુશાસનના સંકલ્પથી વિચલિત કરી શકે છે. તો કેટલાક અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે, વ્યાજમુક્તિ ગ્રામીણ સમસ્યાને દૂર કરવાનો સૌથી ખરાબ રસ્તો છે. તેઓ માને છે કે, વ્યાજમુક્તિને બદલે ખેડૂતોની આવક વધારવા પર જોર આપવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે, 1990માં વીપી સિંહની સરકારે પહેલીવાર આખા દેશના ખેડૂતોનું અંદાજે 10 હજાર કરોડ રૂપિયાની વ્યાજમુક્તિ કરી હતી. બાદમાં યુપીએ સરકારે 2008-09ના બજેટમાં અંદાજે 4 કરોડ ખેડૂતોને ધ્યાનમાં રાખીને અંદાજે 71 હજાર કરોડ રૂપિયાના વ્યાજમુક્તિની જાહેરાત કરી હતી.
આજની પરિસ્થિતિમાં શું માત્ર વ્યાજમુક્તિ જ ખેડૂતોને સમસ્યામાંથી બહાર કાઢવાનો એકમાત્ર રસ્તો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાં કેટલાક ખેડૂતોની વ્યાજમુક્તિની જાહેરાત તાત્કાલિક રાહત તો આપી શકે છે, પરંતુ તે એકમાત્ર સમાધાન નથી. જ્યા સુધી ખેડૂતોની વાસ્તવિક મૂળભૂત સમસ્યાઓનું સમાધાન ન કરવામાં આવે. આ સંકટ વારંવાર આવતું રહેશે. દેશમાં છવાયેલ આ કૃષિ સંકટ વિશે કેટલીક બાબતો પર ગંભીર રીતે વિચારવાની જરૂર છે.
- ખેડૂતોની એક લઘુત્તમ આવક નક્કી કરવામાં આવવી જોઈએ.
- ક્ષેત્રીય સ્તર પર ખેડૂતોની ડાયરેક્ટ ગ્રાહકો સાથે જોડવાનો પ્રયાસ કરવો
- જૈવિક, કુદરતી ખેતીને પ્રોત્સાહન આપીને એક ટિકાઉ ખેતી તરફ તેમને ઢાળવા
- બેંકોમાંથી સરળતાથી વ્યાજ લેવાના મામલે
- જળવાયુ પરિવર્તન અને મોસમના બદલાવને ધ્યાનમાં રાખીને તેમને પહેલેથી જાણકારી આપી સૂચિત કરવા. જેથી તેઓ યોગ્ય પગલા લઈ શકે
- પાક ખરાબ થવા પર યોગ્ય રાહત ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે
જો દેશમાં એક ખેડૂત હારે છે, તો આખો દેશ હારે છે. ભારત જેવા ખેતીપ્રધાન દેશની સમૃદ્ધિનો રસ્તો ગામના ખેતરોમાંથી પસાર થઈને જ નીકળે છે. બૂલેટ, મેટ્રો, ઉદ્યોગો વગેરેનો વિકાસ પણ આવી જ રીતે થાય છે. તેથી જરૂરી છે કે ખેડૂતો પર પાયાગત રીતે કામ થાય.