Ram Mandir Pran Pratishtha: પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે અયોધ્યામાં શનિવારથી જ મહેમાનોના આગમનની શરૂઆત થઈ ગઈ છે. મહેમાનો ઓછામાં ઓછા સોમવાર સુધી અયોધ્યામાં રોકાવાના છે, ત્યારે તેમના રોકાણ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. રામ મંદિરથી 200 મીટર દૂર એક આખી ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે, અહીંના 40થી વધુ ટેન્ટમાં રાજકારણ, ફિલ્મ, વેપાર અને કલા જગતની હસ્તીઓ રોકાશે. ટેન્ટ સિટીમાં હોટેલ જેવું રિસેપ્શન ડેસ્ક છે, ગેટ પાસેના પ્રાંગણમાં ફૂલોથી રંગોળી તૈયાર કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અ'વાદમાં પ્રભુ શ્રીરામના મંદિરમાં લગ્નની માનતા થાય છે પુર્ણ; જાણો 600 વર્ષનો ઇતિહાસ


ટેન્ટ સિટીમાં જે 40 જેટલા ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે, તે લક્ઝુરિયસ હોટેલ જેવા રૂમ જ છે. અહીં એસી, હીટર અને ટીવી સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. બાથરૂમની સ્પેસ એક રૂમ જેટલી છે. આમંત્રિત મહેમાનો માટે ડાઈનિંગ હૉલ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં નાસ્તા અને જમવાની સુવિધા છે. એટલે કે મહેમાનોના સ્વાગત માટે યુપી સરકારે તમામ વ્યવસ્થાઓ કરી છે. 


  • આમંત્રિતોના રોકાણ માટે ખાસ વ્યવસ્થા 

  • રામ મંદિરથી 200 મીટર દૂર ટેન્ટ સિટી તૈયાર 

  • ટેન્ટમાં લક્ઝુરિયસ હોટેલ જેવા રૂમની વ્યવસ્થા

  • ટેન્ટમાં એસી, હીટર અને ટીવી સહિતની સુવિધાઓ 

  • મહેમાનો ટેન્ટ સિટીથી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશે

  • શનિવારથી જ મહેમાનોનું આગમન શરૂ


સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓ


આ તો વાત થઈ મહેમાનોના રોકાણ માટેની વ્યવસ્થાની, હવે વાત કરીએ મહેમાનો માટેની ભેટની...મહેમાનોમાં જો સચિન તેંડુલકર, અમિતાભ બચ્ચન, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા પોતાના ક્ષેત્રના દિગ્ગજો સામેલ હોય તો પછી તેમના માટેની ભેટ પણ ખાસ હોવાની..


વડોદરાવાસીઓએ અયોધ્યાને શણગારી! 350 લોકોની ટીમે 6 રાજ્યોમાંથી મંગાવ્યા 30 હજાર ફૂલો


તમે જે લાલ રંગના બોક્સ જોઈ રહ્યા છો, તેમાં આમંત્રિતોને ભેટ આપવામાં આવશે. સનાતન સેવા ન્યાસ તરફથી આવા આવા 11 હજાર જેટલા બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં ભેટની કિટ મહેમાનોને અપાશે...આ બોક્સમાં ચાંદીનો સિક્કો, રામ જન્મભૂમિની માટી એટલે કે રામરજ, શાલીગ્રામ તેમજ સરયૂના જળનો સમાવેશ થાય છે. 


  • આમંત્રિતોને અપાશે યાદગાર ભેટ

  • લાલ રંગના બોક્સમાં મહેમાનોને અપાશે ખાસ ભેટ 

  • ભેટના 11 હજાર જેટલા બોક્સ તૈયાર 

  • બોક્સમાં ચાંદીનો સિક્કો, રામરજ, શાલીગ્રામ, સરયૂનું જળ

  • આમંત્રિતોને સ્ટીલના ડબ્બામાં મગજના લાડુ પ્રસાદમાં અપાશે 

  • ભેટમાં ભગવા રંગની શૉલનો પણ સમાવેશ 


રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતાર...


વાત પ્રસાદની થતી હોય, તો આરોગવા માટે મિઠાઈ ન હોય તે કેમ બને. આમંત્રિતોને સ્ટીલના અલગ ડબ્બામાં મગજના લાડુ પ્રસાદ તરીકે આપવામાં આવશે. આટલું જ નહીં ભગવા રંગની એક શૉલ પણ મહેમાનોને ભેટમાં મળશે. શૉલ અને લાડુનો પ્રસાદ જૂટની અલગ બેગમાં આપવામાં આવશે. એટલે કે આમંત્રિત મહેમાનો અયોધ્યાના ઐતિહાસિક કાર્યક્રમમાંથી એક યાદગાર ભેટ પોતાની સાથે લઈને જશે.


વિદેશમાં પણ રામનામની ગૂંજ: જાણો વિદેશમાં ક્યા કેવી રીતે ભારતીયો કરી રહ્યા છે ઉજવણી?