અહો આશ્ચર્યમ! રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતારના થશે દર્શન

અહીં શ્રી રણછોડ રાયનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ રણછોડ ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એક હોવાની માન્યતા છે. જે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતકામ કરતા નિકળી હતી અને આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર આવેલા છે.

અહો આશ્ચર્યમ! રામ મંદિર જેવી મૂર્તિ છે ગુજરાતમાં...ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જેમાં દશાવતારના થશે દર્શન

ઝી બ્યુરો/નર્મદા: આજે દેશભરમાં અયોધ્યાના રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈ દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અયોધ્યામાં જે રામલ્લાની મૂર્તિ બનાવવા આવી છે, જે કાળા પથ્થરમાંથી બનાવવા માં આવી છે. જેને દશા અવતાર પણ દર્શાવવામાં આવ્યું છે. જે હાલ ભક્તોનું આકર્ષણ છે. પરંતુ આવી જ એક આબેહૂબ મૂર્તિ નર્મદાના રામપરા ગામે છે.

અહીં શ્રી રણછોડ રાયનું મંદિર આવેલું છે. લોકવાયકા મુજબ આ રણછોડ ભગવાનની મૂર્તિ ભારત ભરમાં એક હોવાની માન્યતા છે. જે એક ખેડૂત પોતાના ખેતરમાં ખેતકામ કરતા નિકળી હતી અને આ મૂર્તિમાં ભગવાનની સાથે દશાવતાર આવેલા છે.

કાળા પથ્થરમાંથી બનેલી મૂર્તિનું અનેરું મહત્વ છે. જોકે એક મૂર્તિ ભારત ભરમાં એક મૂર્તિ નર્મદાના રામપુરા ગામે દશા અવતારની રણછોડજીની છે અને બીજી હવે ભગવાન રામની આયોધ્યામાં હશે, ત્યારે કહી શકાય કે આ જે ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને એના જેવી બીજી મૂર્તિ ભારતમાં નર્મદામાં છે. 

એટલે કહી શકાય કે હવે ભારતમાં માત્ર 2 મૂર્તિ એવી હશે જે ભગવાનના દશા અવતારના દર્શન કરવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news