સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓની ભારે ડિમાન્ડ

Ram Mandir Ayodhya Live: અયોધ્યામાં પ્રોપર્ટીના દરો ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે. વાસ્તવમાં, હાલમાં અયોધ્યામાં મંદિર નિર્માણની સાથે અન્ય ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે.

સોના કરતાં મોંઘી બની અયોધ્યાની જમીન, 1 એકરનો ભાવ અધધ...આ ક્ષેત્રોમાં વધશે નોકરીઓની ભારે ડિમાન્ડ

Business in Ayodhya: આખી દુનિયામાં અત્યારે અયોધ્યાની ચર્ચા ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો કાર્યક્રમ હશે. જો કે, આજે અમે આ કાર્યક્રમમાંથી તમારું ધ્યાન અયોધ્યાની જમીન પર જમીનની વધતી કિંમતો તરફ લઈ જઈશું. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે દિવસે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના પક્ષમાં નિર્ણય આપ્યો, ત્યારથી જમીનના ભાવ આસમાને આંબી ગયા છે. આજે સ્થિતિ એવી છે કે જે જમીન થોડા વર્ષો પહેલા લાખોમાં હતી તે આજે કરોડોમાં પહોંચી ગઈ છે.

કોર્ટના નિર્ણય બાદ કેટલો વધ્યો ભાવ
એક અંગ્રેજી અખબારે રિપોર્ટ આપ્યો છે. તે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં જ્યારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય રામ મંદિરની તરફેણમાં આવ્યો ત્યારે મંદિરની આસપાસની જમીનના ભાવ વધવા લાગ્યા. ઓછામાં ઓછો 25 થી 30 ટકાનો વધારો નોંધાયો હતો. આવનારા સમયમાં અયોધ્યામાં ખાસ કરીને રામ મંદિરની આસપાસના વિસ્તારમાં જમીનના ભાવ હજું વધવાના છે.

જ્યારે અન્ય એક અખબારના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે પાંચ વર્ષ પહેલા અયોધ્યામાં જે ભાવે જમીન મળી રહી હતી, તેમાં આજે પાંચથી દસ ગણો વધારો જોવા મળી રહ્યો છે. એટલે કે પાંચ વર્ષ પહેલા જમીનની કિંમત 35 લાખ રૂપિયા હતી, આજે તે જમીનની કિંમત 3 કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.

અયોધ્યામાં રોકણ કરો તો કેટલું મળી શકે છે રિટર્ન
અયોધ્યામાં જમીનના ભાવ ઝડપથી વધી રહ્યા છે. ખાસ કરીને મંદિરની આસપાસની જમીનો મોંઘી બની રહી છે. વાસ્તવમાં, હાલમાં અયોધ્યામાં મંદિરની સાથે અન્ય ઘણા વિકાસ કાર્યો થઈ રહ્યા છે. સરકાર આ શહેરને એક મોટા પર્યટન સ્થળ તરીકે જોઈ રહી છે. જ્યારે અમે આ અંગે અયોધ્યામાં રહેતા અને પ્રોપર્ટીનું કામ કરતા વ્યક્તિ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે મંદિરથી લગભગ 10 કિલોમીટર દૂર ખાલી પડેલી જમીન શોધવી ખૂબ જ મુશ્કેલ છે. જો કોઈ જમીન મંદિરની ખૂબ નજીક મળી આવે તો તેનો દર 20 હજાર પ્રતિ ચોરસ ફૂટથી 25 હજાર પ્રતિ ચોરસ ફૂટ છે. તેમણે વધુમાં જણાવ્યું કે જો તમે આજે અહીં પ્રોપર્ટીમાં રોકાણ કરશો તો આવનારા બે-ચાર વર્ષમાં આ જમીન તમને 15 થી 20 ગણું વળતર આપી શકે છે.

અયોધ્યામાં સોનું બની જમીન. 80 હજાર રજિસ્ટ્રી
ધાર્મિક નગરી માત્ર આધ્યાત્મિકતા જ નહીં પરંતુ વેપારના પણ મોટા કેન્દ્ર તરીકે ઉભરી રહી છે. અયોધ્યા અને કાશીએ આ સાબિત કર્યું છે. એક સમયે ઉજ્જડ રહેતી અયોધ્યા આજે ચમકી રહી છે. જમીનના ભાવ આસમાને છે. માંગ એવી છે કે રામનગરીમાં માત્ર બે વર્ષમાં 80 હજાર રજિસ્ટ્રી થઈ ગઈ છે. આ ટ્રેન્ડ ચાલુ છે જે અન્ય ધાર્મિક શહેર કાશીનો રેકોર્ડ તોડી શકે છે. આ જ સમયગાળા દરમિયાન કાશીમાં 1.20 લાખ રજિસ્ટ્રી થઈ હતી.

અયોધ્યામાં જમીનની કિંમત જે પહેલા બિઘામાં હતી તે આજે નોઈડા અને લખનૌની જેમ સ્ક્વેર ફૂટ સુધી આવી ગઈ છે. વિભાગીય ડેટા અનુસાર, 2018 થી અયોધ્યામાં જમીન સરેરાશ પાંચથી 10 ગણી મોંઘી થઈ છે. જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થશે એટલે કે વર્ષ 2026 સુધીમાં જમીનના ભાવ ઓછામાં ઓછા 300 ટકા વધી જશે. સ્ટેમ્પ એન્ડ રજીસ્ટ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર માત્ર બે વર્ષમાં જમીન ખરીદવા અને વેચવાની સ્પર્ધાએ પરિસ્થિતિ બદલી નાખી છે. વર્ષ 2022-23માં અયોધ્યામાં 45360 રજિસ્ટ્રી થઈ હતી, જેના કારણે વિભાગને 177.37 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે વર્ષ 2023-24માં અત્યાર સુધીમાં 34043 રજિસ્ટ્રી થઈ ચૂકી છે. જેના કારણે 162.79 કરોડની આવક થઈ છે. વારાણસીએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 806 કરોડ અને રૂ. 628 કરોડની આવક રળી આપી હતી.

વધશે પર્યટકોની સંખ્યા, વધશે હોસ્પિટિલિટીમાં રોજગારનો મોકો
પર્યટન વિભાગના આંકડાઓ અનુસાર, જ્યાં પહેલા દર વર્ષે લગભગ બે લાખ શ્રદ્ધાળુઓ રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યા આવતા હતા, હવે રામ મંદિરના નિર્માણ બાદ નિષ્ણાતોનો અંદાજ છે કે આ આંકડો વાર્ષિક આશરે બે કરોડ સુધી પહોંચી શકે છે. જેના કારણે અયોધ્યામાં હોસ્પિટાલિટી સેક્ટરમાં દર વર્ષે લગભગ 20 થી 30 હજાર લોકોને રોજગાર મળવાની સંભાવના છે.

આ નોકરીઓની વધશે ભારે ડિમાન્ડ
નિષ્ણાતોનું માનવું છે કે અયોધ્યામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા વધવાથી અહીં રોજગારીનું સર્જન થશે. આ નોકરીઓ ઘણા ક્ષેત્રોમાં હશે, જે કાયમી અને કોન્ટ્રાક્ટ નોકરીઓના સ્વરૂપમાં હશે. અન્ય પ્રવાસન સ્થળોની જેમ અયોધ્યામાં પણ હોટલ સ્ટાફ, હાઉસકીપિંગ, ફ્રન્ટ-ડેસ્ક મેનેજર, રસોઇયા અને ટૂર ગાઇડના રૂપમાં નોકરીઓ પેદા થશે. હોસ્પિટાલિટીની સાથે સૌથી મોટી તેજી ટૂર એન્ડ ટ્રાવેલ સેક્ટરમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

ram mandirram mandir ayodhyaRam Temple Consecrationram mandir photoRam Mandir Inauguration LiveRam Mandir inaugurationRam Mandir Garbhagriha photoAyodhya Ramlala Pran PratishthaAyodhyaayodhya newsઅયોધ્યામાં જમીનની કિંમતઅયોધ્યાઅયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠારામલલા પ્રાણ પ્રતિષ્ઠાઅયોધ્યા મિલકતનો દરજીકેએબીપી ન્યૂઝહિન્દી સમાચારઅયોધ્યા રામ મંદિરAyodhya Ram mandirram mandir pran pratisthapm modiPM Narendra Modi Ram MandirRam Mandir Openingram mandir newsRam Mandir Latest NewsAyodhya Ram Mandir Inaugurationpran pratishthaPM Visit Ram Mandir for Pran Pratishtharam mandir inauguration timeRam Lalla Pran Pratishthaરામ મંદિરરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાવડાપ્રધાન નરેન્દ્ર મોદીનરેન્દ્ર મોદીનરેન્દ્ર મોદી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠારામ મંદિર લેટેસ્ટ ન્યૂઝરામ મંદિર ન્યૂઝayodhya landayodhya land priceayodhya land price costier than goldઅયોધ્યામાં જમીનઅયોધ્યામાં જમીનના ભાવઅયોધ્યામાં જમીનના ભાવ સોના કરતાં

Trending news