નવી દિલ્હી/ મુંબઇ: દારૂનો કારોબારી વિજય માલ્યાની સામે સરકારે શનિવારે મોટી સફળતા મળી છે. મુંબઇની વિશેષ પીએમએલએ કોર્ટે માલ્યાને ભાગેડૂ આર્થિક આરોપી જાહેર કર્યો છે. ભાગેડૂ આર્થિક આરોપી જાહેર કર્યા બાદ હવે સરકાર માલ્યાની સંપત્તિને જપ્ત કરી શકે છે. કોર્ટે માલ્યાના વકીલ અરજીને પણ નકારી કાઢી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આદેશ બાદ અપીલ માટે થોડો સમય આપવામાં આવે. તમને જણાવી દઇએ કે માલ્યાને ભાગેડુ આર્થિક આરોપી જાહેર કરવા માટે ઇડીએ અરજી દાખલ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કોંગ્રેસ સરકાર ચલાવે છે કે મધ્યસ્થી મિશેલ મામાનો દરબાર: પીએમ મોદી


9 હાજર કરોડની છેતપીંડીનો આરોપ
આ પહેલા લંડનના વેસ્ટમિંસ્ટર કોર્ટે માલ્યાના પ્રત્યર્પણની મંજૂરી આપી દીધી હતી. કિંગફિશન એરલાઇન્સના પ્રમુખ 62 વર્ષિય માલ્યા પર લગભગ 9,000 હજાર કરોડ રૂપિયાની છેતરપંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે. ગત વર્ષે એપ્રિલમાં પ્રત્યર્પણ વોરંટ પર તેની ધરપકડ કર્યા બાદથી માલ્યા જામીન પર છે. મુખ્ય મેજિસ્ટ્રેટ જજ એમ્મા આબુથનોટ માલ્યાના મામલે નિર્ણય સંભળાવ્યો હતો.


યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ કરતા પણ પ્રખ્યાત છે આ IAS, સીબીઆઇએ પાડ્યા દરોડા


સંપૂર્ણ મુદ્દો રાજકીય પ્રેરિત છે
ઉલેખનિય છે કે માલ્યા તેની સામે મુદ્દાને રાજકીય પ્રેરિત બનાવી રહ્યો છે. જોકે, માલ્યાએ ટ્વિટ કરી એ પણ કહ્યું હતું કે, મેં એક રૂપિયાનું પણ દેવું નથી લીધું. દેવું કિંગફિશર એરલાયન્સે લીધું હતું. વ્યવસાઇક નિસફળતાના કારણે આ પૈસા ડુબ્યા છે. ગેરેન્ટી આપવાનો અર્થએ નથી કે મને છેતરનાર ગણાવી શકાય. માલ્યાએ ભૂતકાળમાં 100 ટકા મૂળ રૂપિયા પરત કરવાની ઓફર કરી હતી.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...