PM મોદી, રાહુલ ગાંધીના પ્રશ્નોના જવાબ આપશે કે પછી મજાકમાં ઉડાવી દેશે
રાહુલ ગાંધીએ આજે ભાષણમાં એકવાર પણ બાંયો ઉપર ન ચઢાવી કારણ કે તેનો અર્થ એ નથી કે તે ઓછા આક્રમક થઇ ગયા છે.
નવી દિલ્હી: લોકસભામાં આજે ચાલી રહેલી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં કોંગ્રેસને બોલવા માટે કુલ 38 મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ દ્વારા પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ એક કલાક સુધી સદનને સંબોધિત કરી. આ દરમિયાન લોકસભાધ્યક્ષે એકવાર પણ તેમને જલદી બેસવા માટે કહ્યું ન હતું. રાહુલ ગાંધીએ આજે ભાષણમાં એકવાર પણ બાંયો ઉપર ન ચઢાવી કારણ કે તેનો અર્થ એ નથી કે તે ઓછા આક્રમક થઇ ગયા છે. રાહુલ ગાંધીએ પોતાના ભાષણની શરૂઆત કરતાં મોદી સરકાર અને ખાસકરીને વડપ્રધાન મોદી પર પ્રશ્નોનો વરસાદ કરી દીધો. લોકો ભલે તેમની બોડી લેંગ્વેંજની વાત કરી રહ્યા હોય, પરંતુ જનતાએ તેમના પ્રશ્નો સાંભળ્યા છે. આ પ્રશ્નોને નકારી ન શકાય.
જેમ કે રાહુલ ગાંધીએ પહેલો પશ્નો કર્યો કે 15 લાખ રૂપિયા જનતાના એકાઉંટમાં ક્યારે આવી રહ્યા છે. આ પ્રશ્ન તો મોદી સરકાર બનતાં જ ચર્ચાનો વિષય બન્યો છે. રાહુલે બીજો પ્રશ્ન કર્યો કે દર વર્ષે બે કરોડ લોકોને રોજગાર આપવાનો વાયદો પુરો કરવામાં આવ્યો નથી. સરકાર દર વર્ષે ફક્ત ચાર લાખ લોકોને રોજગારી આપી રહી છે. આ પ્રશ્ન દેશના 40 કરોડ યુવાઓ સાથે જોડાયેલો છે. આ પ્રશ્નને આગળ વધારતાં રાહુલે પકોડા રોજગારની પણ ચર્ચા કરી.
અવિશ્વાસ પ્રસ્તાવ: સંસદમાં રાફેલનો 'ભૂકંપ', રાહુલે રક્ષા મંત્ર પર લગાવ્યો આરોપ
રાહુલ ગાંધીએ મુદ્દાને આગળ વધાર્યો. તે સતત મોદી સરકાર પર કેટલાક સિલેક્ટેડ ઉદ્યોગપતિઓના હાથમાં રમતા હોવાનો આરોપ લગાવતાં રહ્યા છે. અહીં તેમણે સીધો પ્રશ્ન પૂછ્યો કે જિઓ કંપનીની જાહેરાતમાં મોદીનો ફોટો કેમ છપાયો. તેમણે પૂછ્યું કે દેશના ચોકીદાર કહ્યા છે. રાહુલ વધુ આગળ વધ્યા અને રાફેલ ડીલનો મુદ્દો ઉઠાવી દીધો. રાહુલ ગાંધીએ આ મામલે રક્ષામંત્રી અને પ્રધાનમંત્રી પર ખોટું બોલવાનો આરોપ લગાવી દીધો.
લોકસભાના 'સ્માઇલિંગ મૂમેંટ', રાહુલના આ આરોપો વડાપ્રધાન હસી પડ્યા...
ત્યાં સુધી કે વડાપ્રધાન મોદી, રાહુલ ગાંધીના પ્રશ્નો પર મૌન હતા અથવા હસી રહ્યા હતા. પરંતુ આ આરોપ લાગ્યા બાદ રક્ષામંત્રી અને સંસદીય કાર્યમંત્રી બંને આક્રમક થઇ ગયા. રાહુલ ગાંધી એક પગલું આગળ વધ્યા અને ડોકલામનો મુદ્દો ઉપાડી દીધો. અહીં તેમણે મોટાપાયે સૈનિકોની બહાદુરીની પ્રશંસા કરી અને બધી સમસ્યા માટે સરકારની અદૂરદર્શિતાને દોષી ગણાવી દીધી. રાહુલ ગાંધીએ ખેડૂત, ગરીબી, બેરોજગારી, અર્થવ્યવસ્થા અને વિદેશનિતીના મામલે કવર કરી લીધા. રાહુલના ભાષણોમાં આ પહેલાં આટલા બધા વિષયો સાથે એકસાથે પરોસતાં ભાગ્યે જ જોવા મળે છે.
તેમના ભાષણ દરમિયાન સત્તાપક્ષ એટલી હદે ઉગ્ર થઇ ગયો કે એકસમયે એવું દ્વશ્ય સર્જાયું કે રાહુલ સત્તાધારી નેતા છે અને સામે વિપક્ષ તેમનો વિરોધ કરી રહ્યો છે. ફક્ત 48 સાંસદોવાળી પાર્ટીના અધ્યક્ષને આટલું મહત્વ મળે તે દર્શાવે છે કે તેમનું કદ કેટલું વધી ગયું છે.
લોકસભામાં બેસીને કંઇક આ રીતે રાહુલ ગાંધીએ પ્રિયા પ્રકાશને આપી રહ્યા છે ટક્કર
રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિની લોન માફ કરવી જોઇએ અને પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવનો મુદ્દો પણ ઉઠાવ્યો. જ્યારે પીએમ સતત તેમની તરફ જોઇએ નજર ફેરવતાં રહ્યા તો રાહુલે સીધો સવાલ કર્યો કે વડાપ્રધાન તેમની આંખોમાં આંખો નાખી શકતા નથી. આ સીધા પ્રશ્ન પર વડાપ્રધાન ખડખડાટ હસવા લાગ્યા.
પરંતુ શું આ પ્રશ્નોના તે પોતાના જવાબી ભાષણ દરમિયાન હસીને ટાળી દેશે કે જવાબ આપશે. કારણ કે રાહુલે ના ફક્ત પ્રશ્ન ઉઠાવ્યા છે, પરંતુ પીએમના એક પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. પીએમ મોદીએ તાજેતરમાં જ કોંગ્રેસને પૂછ્યું હતું કે શું કોંગ્રેસ મુસલમાનોની પાર્ટી છે. આજે રાહુલ ગાંધીએ કહી દીધું કે ભાજપ આરએસએસની નીતિઓના લીધે તે હિંદુ ધર્મ અને હિંદુસ્તાનને સારી રીતે સમજી ગયા છે. રાહુલ ગાંધીનો આ સેક્યુલર હિંદુત્વ ભાજપની રણનીતિ માટે એકદમ શુભ સાબિત નહી થાય.
ઉલ્લેખનીય છે કે રાહુલના ભાષણના થોડા કલાક બાદ જ્યારે પીએમ મોદી સદનના પટલ પર આવશે તો તેમની પાસે કહેવા માટે ઘણી વાતો હશે. તે અવિશ્વાસ પ્રસ્તાવને નકારી કાઢવાની દલીલ કરશે અને દેશને જણાવશે કે તે હજુપણ દેશના સૌથી લોકપ્રિય નેતા છે. પોતાના સ્વભાવ અનુસાર તે રાહુલના આરોપો પર કોઇને કોઇ પ્રહાર જરૂર કરશે. પરંતુ સારું રહેશે કે તે પ્રહારની સાથે પ્રશ્નોના જવાબ આપશે. કારણ કે રાહુલના જવાબના માધ્યમથી તે દેશની ચિંતાને દૂર કરી રહ્યા હશે.