નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 27 લાખ પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 55,079 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 27,02,743 થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીની AIIMSમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 


આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ એક જ દિવસમાં દેશભરમાં કોરોનાથી 876 દર્દીઓના મોત થયા છે. હવે મૃતકોની સંખ્યા વધીને  51,797 થઈ ગઈ છે. જો કે દેશમાં કોરોનાને માત આપનારાની સંખ્યા વધીને 19,77,780 થઈ છે. હાલ 6,73,166 લોકો સારવાર હેઠળ છે. 


ICMRના જણાવ્યાં મુજબ દેશમાં 17 ઓગસ્ટ સુધીમાં કુલ 3,09,41,264 નમૂનાનું પરિક્ષણ થયું છે. જેમાંથી 8,99,864 નમૂનાનું ગઈ કાલે પરિક્ષણ કરાયું. છેલ્લા કેટલાક દિવસથી દરરોજ સરેરાશ 7થી 8 લાખ નમૂનાનું પરિક્ષણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને 73.17 ટકા થઈ ગયો છે. જ્યારે પોઝિટિવિટી રેટમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. 


Covid-19: બાપરે...ચીનનું આટલું મોટું જૂઠ્ઠાણું? ઘાતક કોરોના પર 8 વર્ષ જૂના રહસ્યનો પર્દાફાશ


થોડા દિવસ સુધી પોઝિટિવિટી રેટ 8થી 10 વચ્ચે રહેતો હતો  પરંતુ હવે તે ઘટીને 6.12 ટકા થઈ ગયો છે. આ બધા વચ્ચે કોરોના વાયરસને લઈને અમેરિકાના બે વૈજ્ઞાનિકોએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ લગભગ આઠ વર્ષ પહેલા ચીનની ખાણમાં મળી આવ્યો હતો. 


વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ દુનિયા આજે જે કોરોના વાયરસથી પ્રભાવિત છે, ત્રાહિમામ છે, તે આઠ વર્ષ પહેલા ચીન (China) માં મળી આવેલા વાયરસનું જ ઘાતક સ્વરૂપ છે. ચીનના વુહાનથી ફેલાયેલા વાયરસની ઉત્પત્તિને લઈને અનેક પ્રકારની વાતો કહેવાઈ રહી છે. અમેરિકા સહિત કેટલાક દેશોનો દાવો છે કે વુહાન લેબમાં જાણી જોઈને વાયરસ તૈયાર કરવામાં આવ્યો. જ્યારે ચીન કહેતું આવ્યું છે કે માંસ બજારમાં સૌથી પહેલા વાયરસની ખબર પડી. પરંતુ વૈજ્ઞાનિકોએ બિલકુલ નવી તસવીર રજુ કરી છે. 


PHOTOS: ચીનના વુહાનથી આવી શોકિંગ તસવીરો, જોઈને આખી દુનિયા સ્તબ્ધ, ફેલાયો ડરનો માહોલ


વૈજ્ઞાનિકોનું કહેવું છે કે તેમના હાથ કેટલાક પુરાવા લાગ્યા છે જે દર્શાવે છે કે કોરોના વાયરસની ઉત્પત્તિ આઠ મહિના પહેલા નહીં પરંતુ આઠ વર્ષ  પહેલા ચીનના દક્ષિણ પશ્ચિમ સ્થિત યુન્નાન પ્રાંતની મોજિયાંગ ખાણમાં થયો હતો. તેમણે જણાવ્યું કે 2012માં કેટલાક મજૂરોને ચામાચિડીયાનો મળ સાફ કરવા કરવા માટે ખાણમાં મોકલવામાં આવ્યાં હતાં. આ મજૂરો 14 દિવસ ખાણમાં જ રહ્યાં હતાં. ત્યારબાદ 6 મજૂરો બીમાર પડ્યા હતાં. આ દર્દીઓને ખૂબ તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, હાથ પગ, માથામાં દુ:ખાવો, ગળામાં ખારાશની ફરિયાદો હતી. આ તમામ લક્ષણો હાલ કોવિડ-19ના છે. 


બીમાર થયેલા દર્દીઓમાંથી 3નું બાદમાં કથિત રીતે મોત પણ થઈ ગયું. આ તમામ જાણકારી ચીની ચિકિત્સક લી જૂ(Li Xu)ની માસ્ટર્સ થીસિસનો ભાગ છે. થીસિસનો અનુવાદ અને અધ્યયન ડો.જોનાથન લાથમ (Dr Jonathan Latham)અને ડો.એલિસન વિલ્સન (Dr Allison Wilson) દ્વારા કરાયું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube