PHOTOS: ચીનના વુહાનથી આવી શોકિંગ તસવીરો, જોઈને આખી દુનિયા સ્તબ્ધ, ફેલાયો ડરનો માહોલ

વુહાનના ખુબ લોકપ્રિય મયા બીચ વોટર પાર્કમાં કોરોનાની પરવા કર્યા વગર હજારો લોકો સ્વિમિંગ સ્યૂટ અને ચશ્મા પહેરીને ઈલેક્ટ્રિક મ્યુઝિક  ફેસ્ટિવલને માણતા જોવા મળ્યાં. 

બેઈજિંગ: ચીનથી શોકિંગ તસવીરો સામે આવી છે જેને જોઈને દુનિયા સ્તબ્ધ થઈ ગઈ છે.આખી દુનિયા જ્યાં ઘાતક કોરોના વાયરસથી ત્રાહિમામ છે, ત્યાં ચીનમાં પાર્ટી થઈ રહી છે. જે વુહાન શહેરમાંથી ઘાતક કોરોના વાયરસ આખા વિશ્વમાં ફેલાયો ત્યાં જ વિકએન્ડમાં હજારો લોકો માસ્ક વગર પાર્ટી કરતા જોવા મળ્યાં. વુહાનના ખુબ લોકપ્રિય મયા બીચ વોટર પાર્કમાં કોરોનાની પરવા કર્યા વગર હજારો લોકો સ્વિમિંગ સ્યૂટ અને ચશ્મા પહેરીને ઈલેક્ટ્રિક મ્યુઝિક  ફેસ્ટિવલને માણતા જોવા મળ્યાં. (તમામ તસવીરો સાભાર- ટ્વિટર, એએફપી)

1/6
image

અત્રે જણાવવાનું કે ચીનમાં કોરોના વાયરસનો કેર થમ્યા બાદ 76 દિવસના લોકડાઉન પછી જૂનમાં આ વોટરપાર્ક ફરીથી ખુલ્લો મૂકાયો હતો. જો કે કોરોનાના કારણે કેટલાક નિયંત્રણો પણ રાખવામાં આવ્યાં હતાં. સ્થાનિક મીડિયાના જણાવ્યાં મુજબ પાર્કમાં 50 ટકા લોકોને પ્રવેશ આપવાનું નક્કી કરાયેલુ છે. જ્યારે મહિલા મુલાકાતીઓને અડધા ભાવે પ્રવેશ આપવાની ઓફર મૂકાયેલી છે. 

2/6
image

કેટલાક લોકો પાર્કમાં લાઈફ જેકેટમાં જોવા મળ્યાં પણ સૌથી આઘાતજનક વાત એ હતી કે કોઈએ માસ્ક પહેર્યું નહતું. કોરોનાકાળમાં માસ્ક પહેરવું કેટલું જરૂરી છે તે આપણે બધા જાણીએ છીએ. 

3/6
image

આ એ જ વુહાન સીટી છે જ્યાંથી ગત વર્ષે પેદા થયેલા ઘાતક કોરોના વાયરસે આખી દુનિયામાં હાહાકાર મચાવેલો છે. લાખો લોકોએ અત્યાર સુધીમાં જીવ ગુમાવ્યાં છે. 

4/6
image

હુબેઈ પ્રાંતના મુખ્ય શહેર વુહાનમાંથી એપ્રિલમાં લોકડાઉન ઉઠાવી લેવાયું હતું. સરકારના જણાવ્યાં મુજબ મેના મધ્યથી ત્યાં કોરોના વાયરસનો કોઈ કેસ નોંધાયો નથી. 

5/6
image

અર્થતંત્રને વેગ આપવા માટે હુબેઈ સરકારે ત્યાંની 400 ટુરિસ્ટ સાઈટ્સ પર ફ્રી એન્ટ્રીની જાહેરાત કરેલી છે. આંકડા જોઈએ તો કોરોના વાયરસ જેવા રોગચાળાને કાબુમાં કરવા માટે ચીનની સરકારે સફળતા મેળવી છે પરંતુ આ જે રીતેની તસવીરો સામે આવી રહી છે તે ખરેખર ચોંકાવનારી છે. 

6/6
image